અમેરિકાના ઈમિગ્રેશન નિર્ણય પર નીતિન પટેલે કહ્યું, રાજ્ય સરકારે તેમાં સીધુ કરવાનુ કંઈ થતુ નથી
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને સરકારની વ્યવસ્થા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ઘણી સોસાયટીમાં પોતાના ખર્ચે સેનેટાઈઝીંગ માટે વ્યવસ્થા થઈ છે. અત્યાર સુધી કરોડો રુપિયાના ખર્ચે સરકારે પ્રયત્ન કર્યા છે. હિમાંશુ એન્જિનિયરિંગ દ્વારા વિનામૂલ્યે સ્વર્ણિ સંકુલમા મશીન મૂકાયું છે. જેનાથી આવતી જતી વ્યક્તિના ઓક્સિજન, પલ્સ અને તાપમાન મપાઈ જાય છે. કોઈ પણ ચાર્જ વગર મશીન મૂકાયું છે.
ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા
તો અમેરિકાએ ભણતા વિદ્યાર્થીઓ માટે આપેલા આંચકાજનક સમાચાર અંગે તેઓએ કહ્યું કે, રાજ્ય સરકારે સીધુ કરવાનુ કાઈ થતુ નથી. લાખો વિદ્યાર્થી અમેરીકામા ભણે છે, નોકરી કરે છે. જે વિઝા રદ થયા છે તે નુકશાનકારક છે. ભારત સરકાર આવા બધા લોકોને સુરક્ષા મળે એવી વ્યવસ્થા કરે એવી આશા છે.
24 કલાકમાં ગુજરાતના 154 તાલુકાને ધમરોળ્યા બાદ વરસાદનું જોર ધીમું પડ્યું
તેમણે જણાવ્યું કે, બધા વેપારીઓએ પણ માસ્ક પહેરવું જરુરી છે. ઘણા માને છે કે અમારા શો રુમ કે દુકાનમાં માસ્ક પહેરવાની જરુરી નથી. જ્યા પણ લોકોની અવરજવર થતી હોય ત્યાં માસ્ક ફરજિયાત થાય છે. નહિ પહેરો તો દંડ કરવામા આવશે. અમારા મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.બધા ધારાસભ્યો અવારનવાર બધા લોકોને મળવા જતા હોય છે. તેથી તેઓને સંક્રમણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે