હવે અમદાવાદથી રાજ્યના દરેક યાત્રાધામ માટે મળશે હેલિકોપ્ટર સેવા, 27 ડિસેમ્બરથી જોઈ રાઈડની શરૂઆત
હવે જો તમારે અમદાવાદથી ગુજરાતના કોઈપણ ધાર્મિક સ્થળની યાત્રા કરવી હશે તો તમને તે માટે હેલિકોપ્ટર સેવા મળશે. આગામી 27 ડિસેમ્બરથી જોય રાઈડની શરૂઆત થવાની છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદથી કઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થશે. એટલે કે તમારે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
હેલિકોપ્ટરથી શરૂ કરો યાત્રા
આગામી 27 ડિસેમ્બરથી રણોત્સવનો આકાશી નજારો જોઈ શકાશે. હેલિકોપ્ટર દ્વારા આ મજા માણી શકાશે. આ માટે બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તમે અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.
27 ડિસેંબરથી મેળાઅડદર (થોળ)થી સેવાની શરૂઆત કરશે
અમદાવાદથી અંબાજી ફક્ત 40 મિનિટમાં પહોંચી જવાશે.
અમદાવાદથી તલગાજરડા ફક્ત દોઢ કલામાં પહોચાશે.
અમદાવાદથી શ્રીનાથજી ફક્ત દોઢ કલાકમાં પહોંચાશે.
અમદાવાદથી પાલિતાણા ફક્ત સવા કલાકમાં પહોચાશે.
અમદાવાદથી સારંગપુર 50 મિનિટમાં પહોંચાશે.
અમદાવાદથી સોમનાથ ફક્ત દોઢ કલાકમાં પહોચાશે.
અમદાવાદથી SOU એક કલાકમાં પહોચાશે.
અમદાવાદથી વડનગર અડધો કલાકમાં પહોચી જવાશે.
અમદાવાદથી નડાબેટ 55 મિનિટમાં પહોંચી જવાશે.
આ સાઇટ પર કરો ઓનલાઈન બુકિંગ
જો તમારે પણ આ સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવી હોય તો તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. તમે https://dhordo-joyride.aerotrans.in અથવા at www.aerotrans.in વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકો છો. આ હેલિકોપ્ટર તમને અમદાવાદના રિવરફ્રંટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે