Anand માં વધુ એક લેન્ડગ્રેબીંગની ફરીયાદ, પચાવી પાડી શૈક્ષણિક સંસ્થાની જમીન
આ જમીન (Land) પર કબ્જો કરનાર બાબુ પઢીયારનો કોઇ હક્ક નહી હોવાથી તેની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ફરીયાદ નોંધવા જીલ્લ કલેક્ટરમાં અરજી કરાઇ હતી.
Trending Photos
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: આણંદ (Anand) માં વધુ એક લેન્ડગ્રેબીંગ (Land Grabbing) ની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ વખતે શૈક્ષણિક સંસ્થાએ જમીન માટે કલેક્ટર અરજી કરી હતી. જેમાં કમિટીએ પોલીસ (Police) ને લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ફરીયાદનોંધવા કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચારુતર વિદ્યા મંડળ (CVM) નામની સંસ્થા જે છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.
જેમાં શાળા, કોલેજો, ઇજનેર કોલેજો,વગેરેનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે આજ સંસ્થાની સીટી સર્વે નંબર ૫૪૩ અને ૫૪૪ વાળી જમીનમાં બાબુભાઇ પઢીયાર નામના વ્યકિત દ્રારા જમીન પચાવી પાડવા બાબતે ચારુતર વિદ્યામંડળ (Charutar Vidya Mandal) સંસ્થાના મંત્રી શાંતીભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આ જમીનમાં ઓરડી બાંધી ઢોરઢાખર છુટા મુકી દીધા છે અને જમીન માલીકોને જમીન પર આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે. ત્યારે સીવીએમના ટ્રસ્ટીઓ મુજબ જમીનની માલીકી સંસ્થા ચારુતર વિદ્યા મંડળ (Charutar Vidya Mandal) છે.
જ્યારે આ જમીન (Land) પર કબ્જો કરનાર બાબુ પઢીયારનો કોઇ હક્ક નહી હોવાથી તેની વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ફરીયાદ નોંધવા જીલ્લ કલેક્ટરમાં અરજી કરાઇ હતી. ત્યારે કમિટીએ આ બાબતે નિર્ણય કરી ફરીયદ નોંધવા આણંદ પોલીસ (Anand Police) ને કહ્યું હતું. જેના આધારે આણંદ (Anand) ડીવાયએસપીએ વિદ્યાનગર સ્થિત આ વિવાદીત જમીનની મુલાકાત લઇ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે મોંઘીદાટ જમીનોના માલીકો પાસેથી જમીન પચાવી પાડવાના કીસ્સા વારંવાર બની રહ્યા છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના આણંદમાં સામે આવી છે. જોકે સામાન્ય કરતા આ અલગ આ ઘટનામાં જમીન એક શૈક્ષણિક સંસ્થાની હોવાથી વિષયએ શહેરમાં પણ ચર્ચા જગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે