આ ઘટના તમને વિચલિત કરી દેશે, એક મહિના બાદ બાળકના ગળામાંથી નીકળ્યો સીંગદાણો
Rajkot News : દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો... બાળક એક મહિનાથી માંદો હતો, ડોક્ટર પાસે ગયા તો શ્વાસનળીમાંથી નીકળ્યો સીંગદાણો
Trending Photos
Shocking News : રમત દરમિયાન નાના બાળકો હંમેશા મોઢામાં કંઈને કંઈ નાંખી દેતા હોય છે. પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓ ખાઈ જાય છે જે બાદમાં તકલીફ પેદા કરે છે. માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. એક દંપતીનું દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. ડોક્ટર પાસે નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાંર હેતા દીક્ષિતભાઈનો દોઢ વર્ષનો દીકરો છેલ્લાં કેટલાક દિવસોથી માંદો હતો. છેલ્લા દસ-બાર દિવસથી ઉધરસ અને કફ મટતો નહોતો. તેઓએ અનેક ડોક્ટરોને બતાવ્યું, રિપોર્ટ કઢાવ્યા, પરંતુ દીકરાની તબિયત સુધરતી ન હતી. આખરે તેમના દીકરાના ફેફસાનો સિટી સ્કેન કરવામાં આવ્યુ હતું. જેના રિપોર્ટ જોઈને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. દીકરાના શ્વાસનળીમાં ડાબી બાજુ કંઈક ફસાયેલું દેખાયુ હતું. તપાસતા જાણવા મળ્યું કે, તે સીંગદાણો હતો.
તેમના દોઢ વર્ષના દીકરાએ એક મહિના પહેલી સીંગદાણાનો પ્રસાદ ખાધો હતો. ત્યારથી તેને ઉધરસ આવવાની શરૂઆત થઈ હતી. તે સમયે જે સીંગદાણો તેના શરીરમાં ફસાયો હતો અને તે માંદો પડ્યો હતો. જો સમયસર દીકરાનું નિદાન થયુ ન હોત તો તેનો જીવ પણ જઈ શક્યો હોત. આખરે ડો.હિમાશું ઠક્કરે સફળતાપૂર્વક દૂરબીનથી સીંગદાણો કાઢીને બાળકનો જીવ બચાવાયો હતો.
શ્વાસનળીમાં ફસાયો સીંગદાણો
બાળકની શ્વાસનળીમાં ડાબી બાજુ છેક ઊંડે ફેફસાં સીંગદાણો હતો. તેના ડાબા ફેફસાંમાં હવા જતી ન હોવાથી તેના ફેફસામાં ચેપ પણ લાગ્યો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેને વેન્ટિલેટર સપોર્ટ અને ઑક્સિજન આપવામાં આવી રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે