Patan: દેથલી ગામે ગોપાલક સમાજની બેઠક મળી, સમાજ થઈ રહેલા અન્યાય સામે સરકારમાં રજૂઆત કરાશે

સિદ્ધપુરના દેથલી મુકામે ગોપાલક સમાજની બેઠક મળી જેમાં ઉત્તર ગુજરાતના ગોપાલક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બેઠકમાં હાજરી આપી હતી.

Patan: દેથલી ગામે ગોપાલક સમાજની બેઠક મળી, સમાજ થઈ રહેલા અન્યાય સામે સરકારમાં રજૂઆત કરાશે

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ સિદ્ધપુરના દેથલી ગામ ખાતે ગોપાલક સમાજની બેઠક યોજાઈ હતી. રાજકીય આગેવાનો સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલક સમાજ સામે અન્યાય થઈ રહ્યા હોવના આરોપ સાથે સરકારમાં રજુઆત કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત ગોપાલક સહકારી મંડળીઓ સામે થતો અન્યાય સામે સમાજના રાજકીય આગેવાનોને સાથે રાખીને સરકારમાં રજુઆત કરવા આગે બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

સિદ્ધપુરના દેથલી મુકામે ગોપાલક સમાજની બેઠક મળી જેમાં ઉત્તર ગુજરાતના ગોપાલક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં બેઠકમાં હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ- 2015માં સરકાર દ્વારા ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ- 1963ની કલમ- 11(1)(1) માં સુધારો કરી ગોપાલક મંડળીઓના મતાધિકાર રદ કર્યા છે. જેના લીધે ગોપાલક સમાજને ખૂબ જ અન્યાય થયો છે. જે અંતર્ગત સરકારમાં રજૂઆત કરી મંડળીઓના મતાધિકારના કાયદેસરના હક પુનઃ સ્થાપિત કરવા માટેની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ (ચેરમન,A.P.M.C સિધ્ધપુર) તેમજ વરિષ્ઠ સામાજીક, રાજકીય, સહકારી ક્ષેત્રે જોડાયેલા આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજકીય આગેવાનોએ સરકારમાં રજુઆત કરી સમાજને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરે તો સમાજ દ્વારા પણ સરકારમાં રજુઆત કરે તેમ છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહિ આવે તો હવે પછી ફરી બેઠક યોજી આગળની રણ નીતિ નક્કી કરવા સૂચવવામાં આવ્યું હતું.

ગોપાલક સહકારી મંડળીઓ  સાથે થતા અન્યાય આગે સરકારમાં રજુઆત કરી તકલીફો દૂર કરવા આગે રજુઆત કરવામાં આવશે. સરકારમાં અને મંડળી થકી જે લાભો અગાઉ મળતા હતા તે યથાવત રહે તે મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારમાં યોગ્ય રજુઆત કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news