PM નો 75 નો મંત્ર, ગામમાં આ 75 વસ્તુઓના સેટ હશે તો ભારતનો દરેક નાગરિક હશે લાખોપતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ સમગ્ર ગુજરાતનાં સરપંચો સહિત પદાધિકારીઓને સંબોધિત કરશે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ પણ ફૂંકશે
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
વડાપ્રધાન મોદી એરપોર્ટથી ભવ્ય રોડ શો કર્યા બાદ કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ અને અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહી તેઓ સમગ્ર ગુજરાતના પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ યોજશે. અહીં તેઓ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધતા આગામી સમયમાં તોળાઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકશે.
ટુંક જ સમયમાં તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓ હજારોની સંખ્યામાં હાજર ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને સરપંચો, તાલુકા પ્રમુખો તથા જિલ્લા પ્રમુખોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે...
- સ્ટેજ પર હાજર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, સંસદમા મારા સાથી સી.આર પાટીલ સંસદમાં મારા બાકી સાથી મિત્રો હસમુખ ભાઇ, નરહરી ભાઇ, કીરિટ ભાઇ, પંચાયતના અધ્યક્ષ બહેન નયનાજી અને વિશાળ સંખ્યામાં આવેલા લોકશાહીના મુળીયાઓને મજબુત કરનારા પંચ સરપંચ અને પંચાયતી રાજ વ્યવસ્થાના પ્રતિનિધિ ભાઇ બહેનો. સૌથી પહેલા તો તમને આદરપુર્વક હું નમસ્કાર કરૂ છું.
- હું ગુજરાત સરકારનો આભારી છું કે, મને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સંપુર્ણ કડીના દરેક એકમના દર્શન કરવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ બાપુની ધરતી છે. આ સરદાર વલ્લભભાઇ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત સશક્ત અને સમર્થ ગામની વાત હંમેશા કહી હતી. અને એટલા માટે જ આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે બાપુના સ્વપ્નોને આપણે બધા પુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આઝાદીની લડાઇમાં જે સપનાઓ જોઇને લોકોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું આપણે તે સપનાઓને સાકાર કરવા જોઇએ. ગ્રામીણ વિકાસ પુજ્ય બાપુનું સૌથી મોટુ સપનું રહ્યું હતું. તેઓ લોકશાહીની શક્તિ પણ ગ્રામશક્તિમાં નિહાળતા હતા. એટલા માટે જ લોકશાહીમાં જેમને પણ વિશ્વાસ છે તેઓ તમામને સમર્પણભાવથી ગ્રામીણ તમામ વ્યવસ્થાઓને શક્તિપ્રદાન કરવું તેમનું સ્વાભાવિક કર્તવ્ય બની જાય છે. ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા પોતાની જાતમાં જ એક મહત્વપુર્ણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને દિશા આપવાનું કામ પરિવર્તન લાવવાનો સતત પ્રયાસ કરવાનું કામ, તેને ગતિ આપવાનું કામ તમે તમામ જનપ્રતિનિધિઓ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે પુજ્ય બાપુનું સ્વપ્ન પુર્ણ કરતા ગુજરાતની પંચાયતી રાજ વ્યવસ્થા, દેશની ગ્રામીણ વ્યવસ્થા સિમાચિન્હ અને પ્રેરક બનશે તેવો મને વિશ્વાસ છે.
-
કેમ છો બધા બધા? મારે પહેલા તો ગામડાના ભાઇઓને અભિનંદ આપવા છે. આટલો મોટો કોરોના દુનિયાના દરેક છેડેથી હૂમલો કરે અને બે વર્ષથી આખી માનવજાતને ચિંતામાં મુકી દીધી એ કોરોના ભારતના ગામડામાં પહોંચતા પહોંચતા તેના મોઢામાં ફીણા આવી ગયા. કારણ જે જાગૃતિ કોરોનાની શરૂઆતમાં ગામડાઓએ બતાવી, જે રીતે ગામડાઓએ પોતાની સુજબુજ પ્રમાણે નિયમો બનાવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું. બહારતી આવનાારા લોકોને બહાર રાખવાની વ્યવસ્થા કરી તે ગુજરાતના અને દેશના ગામડાઓએ કોરોનાના કાળખંડમાં જે અદ્ભુત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં આ મહામારીને પ્રદેશમાં રોકી રાખવામાં ખુબ જ સફળતા મેળવી અને કામ પણ કર્યું. એટલે જ હું ગામડાના તમામ આગેવાનોને લાખ લાખ અભિનંદન આપુ છું.
આ જ રીતે આપણો નાનો ખેડૂત કોરોનાના સમયમાં પણ ખેતીના કામમાં પાછી પાની નથી કરી. ભારતના અન્નના ભંડાર ભરવામાં તેણે કોઇ કસર નથી છોડી. હું તમામ ખેડૂતોને વંદન કરૂ છું. આજે જ્યારે હું પંચાયતના તમામ સાથીઓને મળવા માટેની તક મળી છે. તેમાં મોટા ભાગની બહેનો છે. અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે, કદાચ દેશના લોકોને ખબર નહી હોય કે ગુજરાતમાં પંચાયતનું પ્રતિનિધિત્વ પુરૂષો કરતા મહિલાઓ વધારો કરે છે. માતા બહેનોનું પ્રતિનિધિત્વ પુરૂષો કરતા પણ વધારે છે. આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો વિચાર તમામ ગામડાઓએ વિકસાવ્યો છે. હું જ્યારે નાનો હતો ત્યારે મે આચાર્ય વિનોબાજીના પ્રવચનો વાંચ્યા હતા. એ વખતે મારા ગામમાં સર્વોદયની પ્રવૃતિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશીના મુખે અનેક વાતો સાંભળી. લોકસભાની ચૂંટણી થાય તો કાંઇ મુશ્કેલી ન પડે, વિધાનસભામાં બે પક્ષો સામસામે આવે ત્યારે વાંધો નહી પરંતુ ગામડામાં ચૂંટણી થાય અને બે પક્ષો સાસામે આવે ત્યારે મુશ્કેલી થાય છે. દિકરી સાસરેથી પાછી આવે, લોકો એખ બીજા સાથે બોલે નહી વેરના વાવેતર થાય. વિનોબાજી કહેતા કે લોકશાહીની એવી ઉંચાઇ હોવી જોઇએ કે, બધા સાથે મળીને પ્રતિનિધિ નક્કી કરે. ચૂંટણીની ગામડાઓમાં જરૂર નથી. ગામડાની એકતાથી જ સરપંચ ચુંટી લે છે અને ગામને સમરસ બનાવે છે. આ સમરસતાના વિચારને બળ આપનાર તમામનું સ્વાગત છે.
મુખ્યમંત્રી થયા બાદ મારી પહેલી ટર્મ હતી જ્યારે મધ્યગુજરાતમાંથી ચૂંટાયેલી બહેનોએ મારો સમય માંગ્યો. મે મંગળવારે તેમને મળવા માટે સમય આપ્યો. બધી બહેનો આવી અને મે કહ્યું તમારે ત્યાં કોઇ પુરૂષ નથી તો તેમણે કહ્યું કે, એટલે જ તમને મળવા આવ્યા છીએ. આ મારા માટે પ્રેરક ઘટના હતી. ગામ સમસ્ત રીતે વિચારે કે પુરૂષો પોતાનો હક જતો કરીને બધી જ પંચાયતના મેમ્બર બહેનો બનાવે. હું તે બહેનોને મળ્યો તમામ સભ્યો મહિલા અને સરપંચ પણ 5 ધોરણ ભણેલા હતા. મે તેમને પુછ્યું કે, તમે જીતી ગયા છો તો હવે શું કામ કરવા માંગો છો. તેમણે કહ્યું કે, તમામ પંચાયતના સભ્યોએ આ વાત ગળે ઉતારવી જોઇએ. એ બહેનોએ મને કહ્યું કે, સાહેબ અમને ગામના લોકોએ કામ સોંપ્યું છે તો અમારી ઇચ્છા છે કે, અમારા ગામમાં કોઇ ગરીબ ન રહે. સાહેબ આનાથી મોટી કઇ વાત હોય. મારા ગામડાની એક બેન મને કહે કે મારા ગામમાં કોઇ ગરીબ ન હોવું જોઇએ. અને ગામમાં અમે એવી કામગીરી કરવા માંગીએ છીએ કે દરેક વ્યક્તિ સાંજ પડે મહેનતનું કમાઇ શકે.
કદાચ ડોઢ લાખથી વધારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ ગુજરાતના ઉજ્વળ ભવિષ્યની ચર્યા કરે તેનાથી મોટો અવસર શું હોઇ શકે. નાના નાના કામ મારા મનમાં છે.
એવા કામ કે આપણે ત્યાં ગામમાં શાળા હશે તે શાળા જ્યારે શરૂ થઇ હશે તેનું લખાણ હશે. કોઇ દિવસ એવું થાય કે દર વર્ષે શાળાનો જન્મ દિવસ આવે ત્યારે ગામ આખુ ભેગુ થઇને શાળાનો જન્મ દિવસ ઉજવીશું. આવું કરી શકીએ આપણે. શાળા આપણા ગામની પ્રાણ શક્તિ છે. તેનું ગાન ગામના દરેક નાગરિકે કરતું રહેવું જોઇએ. શાળાની સાફસફાઇ કરો, શું સારૂ થઇ શકે તેની ચર્ચા કરો. નવી પેઢીના બાળકોને પણ આ શાળા પોતાની લાગવા લાગશે.
આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે દરેક ગામડું 2023 ઓગષ્ટ સુધી આપણે આ અમૃત મહોત્સવ ઉજવવાના છીએ. 23 ઓગસ્ટ સુધી ઓછામાં ઓછા 75 વખત ગામમાં પ્રભાત ફેરી કરી શકીએ. આખા ગામની પ્રદક્ષીણા કરીએ ભારત માતા કી જય અને દેશનો ઝંડો હાથમાં હોય. જેમાં વડીલોથી માંડી ભુલકાઓ સાથે હોય અને આઝાદી સમયના મહાનપુરૂષોની એક નાનકડી વાત કરી શકીએ. અનેક મહાપુરૂષોએ આઝાદી માટે કરેલી તપસ્યા અને ત્યાગની વાત કરી શકીએ.
ગામ આખુ ભેગુ થઇને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષે આપણે એક ગામમાં જગ્યા શોધીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ. નાનકડો બગીચો બનાવીએ. આ જવાબદારી આપણું ગામ લઇ શકે કે નહી. ઝાડ ઉગાડો તો ગામનું તો ભલુ થાય કે ન થાય. આપણે ઘણીવાર મોટા મોટા કામોનો વિચાર કરીએ છીએ પણ નાના વિચારો ભુલી જઇએ છીએ.
આપણા ગવર્નર, મુખ્યમંત્રી અને કૃષી મંત્રી પ્રાકૃતિક ખેતી તરફ ખુબ જ જોર આપી રહ્યા છે. ગામમાં 75 ખેડૂતો નક્કી કરીએ કે જે આ વર્ષથી જ પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક તસુભાર પણ કેમિકલ નાખીશું નહી. આ ધરતી આપણી માતા છે તે માતાને આ ઝેર પીવડાવી પીવડાવીને માતાને આપણે દુખી કરી રહ્યા છીએ. આ ધરતી માતાને બચાવવી આપણા તમામની જવાબદારી છે. તેમાં જેટલું કેમિકલ નાખીએ, ફર્ટિલાઇઝર નાખી આ માતાને પિડા થાય છે. આપણું પાલન પોષણ આ મા કરે છે એ મા ને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી તેના સંતાન તરીકે આપણી ખરી કે નહી જો આપણી હોય તો વધારે નહી 75 ખેડૂતોને આપણે તૈયાર કરીએ. 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કઇ રીતે થાય તે ગુજરાતના ખેડૂતો અજાણ નથી. પ્રાકૃતિક ખેતીથી પૈસા પણ બચે અને માતાની પણ રક્ષા થાય અને આપણે સરસ કામ કરી શકીએ. આપણને ખબર છે કે, હું જ્યારે મુખ્યમંત્રી હતો અને ભારત સરકારમાં મીટિંગમાં જઉ અને બીજા રાજ્યના મુખ્યમંત્રીઓને કહું કે, અમારી મોટી શક્તિ પાણી પાછળ ખર્ચાઇ જાય છે. અમારી તિજોરી પાણી પાછળ ખાલી થઇ જાય છે. અમારે ત્યાં 10 માંથી 7 વર્ષ પાણીનો દુષ્કાળની સ્થિતિ હોય છે. હવે ધીરે ધીરે માતા નર્મદાની કૃપાથી સ્થિતિ સારી થઇ રહી છે પણ પાણી બચાવવું ખુબ જ જરૂરી છે.
આપણે સૌથી મોટુ કામ બોરીબંધનું કર્યું હતું. સિમેન્ટના ખાલી થેલામાં માટી ભરી ભરીને બોરી બંધ બનાવતા હતા. જ્યાંથી પાણીને રોકાય ત્યાં રોકીએ અને પાણી જમીનમાં ઉતરે તો પાણીના તળ ઉંચા આવે આપણે નક્કી કરીએ કે આવા જેટલા પાણીના વેળા જતા હશે બોરીબાંધ બાંધીસું અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંકલ્પ પુર્ણ કરીશું. આપણે 100 દિવસમાં 1 લાખ ખેત તલાવડી બનાવવાનું અભિયાન ચલાવ્યું અને ખેડૂતોની મદદથી આ અભિયાન સફળ રહ્યું હતું. ખેતરના ખુણે જેવું ખેતર હોય તેવી નાની મોટી તલાવડી બનાવીએ. ઢાળ હોય ત્યાં બનાવીએ. વરસાદ જો ખેંચાય તો ઓછા પૈસે ખેતીનું કામ પુરૂ થાય. તમે જે ગામ પંચાયતના સભ્યો પ્રતિનિધિ છું તમારા ગામમાં 75 ખેત તલાવડી તમે બનાવડાવી શકો.
ભારત સરકારે આઝાદી પછી 13 હજાર કરોડ રૂપિયાના વેક્સિનેશન માટે કાઢ્યા છે. ખુરપગાનો આ રોગ દેશમાંથી નાબુદ થઇ જાય તે જરૂરી છે. દરેક પશુનું વેક્સિનેશન થાય જેથી જીવદયાનું અને માનવતાનું કામ આપણા ગામમાં કરવામાં આવે તે જરૂરી છે. આ એવા કામ છે જેમાં પૈસા સરકાર ખર્ચી રહી છે. આપણા ગામમાં એક પણ પશુ આ ખરપગાના રોગથી ન પીડાય તો તે દુધ પણ વધારે આપે, ખેતીના કામમાં વધારે કામ આપે અને દરેક પરિવારને કંઇકને કંઇક ફાયદો થાય.
સરકાર તરફથી LED બલ્બ આપવામાં આવે છે. હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો ત્યારે 400-500 રૂપિયામાં આ બલ્બ મળતો હતો. અત્યારે આ બલ્બ 40-50 રૂપિયામાં મળે છે. જો દરેક ઘરમાં અને પંચાયતોની સ્ટ્રીટ લાઇટમાં આ બલ્બ લગાવીએ તો દરેકના ખિસ્સામાંથી 200થી માંડીને 2000 રૂપિયાની બચ થઇ શકે. ગામના દરેક નાગરિકનાં મહિને વર્ષે 200-2000 રૂપિયા બચતા હોય તો તમારા ઘરના બાળકોને દુધ મળે કે ન મળે. વિજળી બચાવનારો એલઇડીનો ગોળો દેશનું અર્થતંત્ર ફેરવી નાખશે.
ગામમાં સરકારમાંથી નિવૃત થયેલા લોકો મહિનામાં એકવાર ભેગા કરીને વાતચીત કરો. તેમને કહો કે તમે સરકારમાં કામ કરી ચુક્યા છો તો તમે ગામના ભલામાટે શું કરી શકો. આપણે ગામનો જન્મ દિવસ પણ ઉજવવો જોઇએ. આપણે ત્યાં લોકો ભેગા થઇને રહે તેને કોઇ ગામ નહોતું કહેતું. પરંતુ તોરણ બંધાય પછી જ તેઓ ગામની ઓળખ થતી હતી. વર્ષમાં એકવાર તોરણ બદલવામાં આવતું હતું. આ તોરણ બાંધવાની પ્રક્રિયા છે એ જ ગામનો જન્મ દિવસ છે. ગામમાં જે લોકો બહાર રહેતા હોય તેમને બોલાવીએ. ગમે તેટલા મોટા થઇ ગયા હોય તેમને બોલાવો. આ ગામનો જન્મ દિવસ આપણે ઉજવી શકીએ કે નહી.
આંગણવાડીના કર્મચારીએ પંચાયનતા સભ્યોને કામ સોંપી શકીએ. દર અઠવાડીયે ગામના સરપંચથી માંડીને સભ્યોએ વારો રાખીને એકવાર આંટો મારવો જોઇએ. તમારા ગામની શાળા ફરી એકવાર જીવતી થઇ જશે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામમાં નાના કામ કરે. ગામમાં આપોઆપ મજબુતી આવે. ગામ આપોઆપ શક્તિશાળી બને. હવે આપણે ગામડામાં ઓપ્ટીકલ ફાઇટર ગામડાઓમાં પહોંચાડી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં જે શક્તિ છે તે તમારા ગામમાં મળી શકે. આ ફાયબરનો ઉપયોગ ગામના લોકોને કઇ રીતે મળી શકે તેનો ફાયદો ગામના લોકો ગામના નાગરિકો બાળકોને કઇ રીતે મળે તેનો વિચાર કરવો જોઇએ. તેમની જરૂરિયાતો પુરી કરવાનું કામ કઇ રીતે થાય તે આપણે જોવાનું છે.
આજકાલ આપણે ત્યાં 3-4 ગામની વચ્ચે કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા છે. આ કોમન સર્વિસ સેન્ટર સુધી પહોંચવાનો હાઇવે છે. સીધી સરકારમાં તમારી વાત પહોંચે તેવું સરસ કામ પહોંચી ગયું છે. ગામનો માણસ રેલવે રિઝર્વેશન કરવું હોય તો પોતાના ગામના કોમન સર્વિસ સ્ટેશન પહોંચે છે અને કરે છે. જેટલી આપણે ગામના લોકો અને ગામ માટે મહેનત કરીશું તેટલું ગામડું આગળ વધી શકશે. સરપંચો નક્કી કરે કે મારા પાંચ વર્ષના કાર્યકાળમાં એક પણ બાળક શાળા છોડીને જશે નહી. એક પણ બાળક એવું નહી હોય કે ઉંમર હોય તે શાળાએ ગયું નહી હોય. તમને પણ આ કામ કરીને ખુબ જ આનંદ થશે.
પંચાયતના વડા થયા એટલે ખાલી મીટિંગમાં જઇને આવ્યા એવું નહી. હું હરિયાણામાં કામ કરતો હતો. પાર્ટીમાંથી ચૂંટાયેલા લોકો પોતાનો પરિચય કરાવે. હું તો નવો હતો બધા પોતાની જાતને કેટલાક લોકો SP ગણાવતા હતા. એસપી એટલે સરપંચ પતિ. આપણે ગુજરાતમાં આ એસપી સિસ્ટમ લાગુ નથી થવા દેવાની. બહેનોમાં ક્ષમતા છે કે તેઓ સારામાં સારી કાર્યવાહી કરી શકે છે. આ વખતે ઓલમ્પિકમાં કેટલા મોટા પ્રમાણમાં આપણું નામ રોશન કરી રહી છે. આપણી દિકરીએ નામ રોષન કરી રહી છે. ગુજરાતમાં 50 ટકા કરતા વધારે મહિલાઓ હોય તો આ ગામોમાં દિકરીઓ બહેનોની ચિંતા થવી જોઇએ. ખર્ચનું ભારણ પછી આવે છે સમાજમાં ગામ માટે જે મમતા જાગે મારા ગામની ભાવના વિકસાવવી જોઇએ.
પંચાયત દિવસ આવે તે પહેલા જ ગુજરાત સરકાર અને નાગરિકોનું અભિવાદન કરૂ છું. હોળી પહેલા જ આ ઉત્સવ ઉજવણીની શરૂઆત કરી તે બદલ હું આપનો આભારી છું. આ લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવા બદલ અને તેમાં મને આમંત્રિત કરવા બદલ આપનો આભાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે