PM Kisan Scheme: કોણ સાચું ભૂપેન્દ્ર પટેલ સરકાર કે મોદી સરકાર, બંનેના આંકડામાં રાત-દિવસનો તફાવત
PM Kisan Gujarat Scheme: ગુજરાતમાં સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષની વાત કરીએ તો 60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો છે.
Trending Photos
PM Kisan Scheme: ગુજરાતી ખેડૂતોને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. ખેડૂતોને 3 હપતાની રૂપિયા 2000ની અપાતી સન્માનનીધિ યોજનામાં રાજ્યમાં 4.53 લાખ ખેડૂતો ખોટી રીતે સહાય મેળવતા હોવાનું બહાર આવતાં હવે સરકારે 1600 કરોડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે. સરકારે વર્ષ 2019થી આ યોજનાની શરૂઆત કરી છે. રાજ્યમાં નોંધાયેલા 58 લાખ ખેડૂતોમાંથી 53.48 લાખ ખેડૂતો સાચા ઠર્યા છે. આમ સરકારે 4.52 લાખ ખેડૂતો પાસેથી 1600 કરોડ પાછા લેવાનો નિર્ણય લીધો છે. આમ ગુજરાતના ખેડૂતોએ જેમને ખોટી રીતે આ સહાય યોજનાનો લાભ લીધો છે. એમને રૂપિયા રિટર્ન કરવા પડશે.
ગુજરાતમાં સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષની વાત કરીએ તો 60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો છે. આ જ પ્રકારે બીજો હપતો 52.75 લાખ ખેડૂતોના ખાતામાં જમા થયો છે અને ડીસેમ્બરથી માર્ચનો ત્રીજો હપતો 45.29 લાખ ખેડૂતોના ખાતામાં પહોંચ્યો છે. આ સરકારી વેબસાઈટના આંકડા છે. હવે ગુજરાત સરકારનો કૃષિ વિભાગ સાચો કે પીએમ કિસાનની ઓનલાઈન વેબસાઈટ એ સૌથી મોટો સવાલ છે કારણ કે 2018-19થી પીએમ કિસાન પોર્ટલ પર ગુજરાતના 66.21 લાખ ખેડૂતો રજિસ્ટર્ડ છે. એ સમયે 28 લાખ ખેડૂતોએ પ્રથમ હપતાનો લાભ લીધો હતો.
મોદી સરકાર 3 હપતામાં 2000 રૂપિયા ચૂકવી રહી છે. લાભ લેનાર ખેડૂતોના આંકડાઓ દર હપતા દીઠ અલગ અલગ હોય છે. ગુજરાત સરકારના કૃષિ નિયામક એસ. જે. સોલંકીએ આ અંગે આંકજાઓ જાહેર કર્યા છે. જેમાં સરકારે 58 લાખ ખેડૂતોમાંથી 4.52 લાખ ખેડૂતોએ ખોટો લાભ લીધો હોવાનું જાહેર કરતાં આગામી દિવસોમાં આ ખેડૂતો સામે સરકાર કાર્યવાહી કરી શકે છે હવે આ આંકડાઓ સામે પણ ગુજરાતમાં સવાલો ઉઠ્યા છે.
મોદી સરકારે ખોટી રીતે આ સહાય યોજનાનો લાભ લેનાર ખેડૂતો સામે દેશભરમાં કાર્યવાહી શરૂ કરી છે. સરકારે નિયમો પણ કડક બનાવ્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. ગુજરાતમાં પણ મોડે મોડે આ કાર્યવાહી શરૂ થઈ છે. હવે આ 4.52 લાખ ખેડૂતો પાસે 1600 કરોડની ઉઘરાણી શરૂ થશે. જેને પગલે આગામી દિવસોમાં ગુજરાતમાં વિવાદો થાય તો પણ નવાઈ નહીં. લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર આ કાર્યવાહી શરૂ કરશે તો આગામી દિવસોમાં ગામડાઓમાં સરકાર સામે અવાજ ઉઠવાનો શરૂ થઈ શકે છે. કૃષિ વિભાગે જાહેરાત તો કરી છે પણ 1600 કરોડ રૂપિયાની વસૂલી મામલે મોટા સવાલો છે.
વર્ષ 2021-22માં એપ્રિલના હપતાનો લાભ 59.18 લાખ ખેડૂતોએ લીધો છે. ઓગસ્ટના હપતાનો લાભ 58.23 લાખ ખેડૂતોએ લીધો હતો. જયારે છેલ્લો હપતો 62.53 લાખ ખેડૂતોને મળ્યો છે. હવે સરકાર કહે છે 58 લાખ ખેડૂતો નોંધાયેલા છે તો આ વધારાના ખેડૂતો કેવી રીતે લાભ લઈ રહ્યાં છે. વર્ષ 2022-23માં પણ પ્રથમ હપતાનો લાભ 60 લાખ ખેડૂતોએ લીધો છે તો આ એકસ્ટ્રા લાભ લેનાર ખેડૂતો કોણ એ તપાસનો વિષય છે.
સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત સરકાર કહે છે રાજ્યમાં 58 લાખ ખેડૂતો નોંધાયેલા છે પણ મોદી સરકારની અપડેટેડ પીએમ કિસાન વેબસાઈટમાં ગુજરાતના 67 લાખ ખેડૂતો નોંધાયેલા છે. આ તમામ બાબતોનો ખુલાસો માત્ર ગુજરાત સરકારનો કૃષિ વિભાગ જ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે