સ્વાગતની કરો તૈયારી! વંદે ભારત બાદ આવી રહી છે બુલેટ ટ્રેનની સવારી, મળી જબરદસ્ત સફળતા
bullet train track opens near Anand : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે... ગુજરાતના ભાગમાં સ્ટેશનો અને ટ્રેક પિલરનું મોટા ભાગનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેકનું કામ શરૂ થશે
Trending Photos
Bullet train project : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે. મોટા ભાગમાં બુલેટ ટ્રેન માટે થાંભલા ઉભા કર્યા બાદ હવે ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રી-કાસ્ટ ટ્રેકના ઉત્પાદન માટે આણંદ નજીક એક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેકના પ્રી-ફેબ્રિકેટેડ પાર્ટ્સ બનાવવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ગુજરાતના ભાગમાં સ્ટેશનો અને ટ્રેક પિલરનું મોટા ભાગનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેકનું કામ શરૂ થશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો ટ્રેક બેલાસ્ટલેસ ટ્રેક હશે. કોરિડોરના જરૂરી ટ્રેક સ્લેબ માટે આણંદ નજીક એક સંપૂર્ણ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાં બુલેટ ટ્રેનના ટ્રેકનો સ્લેબ તૈયાર કરવામાં આવશે.
પ્લાન્ટ આઠ મહિનામાં બનાવ્યો
બુલેટ ટ્રેન કોરિડોર માટે તૈયાર કરાયેલો આ પ્લાન્ટ આઠ મહિનામાં પૂર્ણ થયો છે. હાઇ સ્પીડ રેલ કોરિડોરના ટ્રેક માટે પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ અહીં બનાવવામાં આવશે. આ પ્લાન્ટ 1 લાખ ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યો છે. તેણે MAHSR પ્રોજેક્ટ માટે 45,000 પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ બનાવવાની સુવિધા પૂરી પાડી છે. ટ્રેક સ્લેબ બનાવવાની સાથે તેને પણ અહીં સ્ટોર કરવામાં આવશે. જેનો ઉપયોગ બુલેટ ટ્રેનના ટ્રેકમાં કરવામાં આવશે. આ પ્લાન્ટની ક્ષમતા દરરોજ 60 ટ્રેક સ્લેબ બનાવવાની છે. બુલેટ ટ્રેન કોરિડોર માટે સુરત જિલ્લા નજીક કીમ ગામમાં અન્ય એક ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધા બનાવવામાં આવી રહી છે.
બુલેટ ટ્રેનનો ટ્રેક આવો હોવો જોઈએ
બુલેટ ટ્રેનનો ટ્રેક ભારતીય રેલ્વે કરતા તદ્દન અલગ હશે. જેમ મેટ્રો ટ્રેકમાં ગિટ્ટીનો ઉપયોગ થતો નથી. તેવી જ રીતે બુલેટ ટ્રેનનો ટ્રેક પણ ગિટ્ટી ફ્રી હશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) અનુસાર, બુલેટ ટ્રેનના ટ્રેકમાં કુલ છ ઘટકો હશે. આમાં પ્રથમ ઘટક આરસી ટ્રેક બેડ પછી વાયડાક્ટ અને ટ્રેક સ્લેબ છે. RC ટ્રેક બેડ અને ટ્રેકર સ્લેબની વચ્ચે સિમેન્ટના બનેલા ડામર મોર્ટારનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય બુલેટ ટ્રેનના ટ્રેકને નવી રીતે બનાવવામાં આવશે. NHRCL અનુસાર, બુલેટ ટ્રેન J સ્લેબ ટ્રેક સિસ્ટમ પર ચાલશે. ગુજરાતમાં ઓગસ્ટ 2027 સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે