રાજકોટઃ ઓસિયન સ્પામાં પોલીસના દરોડા, ચાર વિદેશી યુવતી સહિત માલિકની ધરપકડ

રાજકોટઃ ઓસિયન સ્પામાં પોલીસના દરોડા, ચાર વિદેશી યુવતી સહિત માલિકની ધરપકડ

રાજકોટઃ શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલા ઓસિયન સ્પા સેન્ટરમાં ડીસીપી સહિત પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં થાઈલેન્ડની ચાર યુવતી અને સ્પા માલિકની ધરપકડ કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આજે માલવિયાનગર વિસ્તારમાં આવેલા ઓસિયન સ્પા સેન્ટરમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને માલવિયાનગર પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્પામાં ચાલતા ગોરખધંધામાં સંડોવાયેલી થાઈલેન્ડના ચાર યુવતી સહિત સ્પા માલિકની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સ્પા માલિકની પૂછપરછ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news