ગુજરાતમાં મોટા આતંકવાદી હૂમલાની શક્યતા, તમામ મહત્વના સંસ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી
ગુજરાત પર કુદરત તો રૂઠી જ હોય તેવું લાગી રહ્યું છે જે પ્રકારે કોરોના વાયરસે સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે, તોફાનની આશંકા છે આ ઉપરાંત કમોસમી વરસાદે પણ ખેડૂતોને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં હવે માનવ સર્જીત આફતો પણ ગુજરાત પર આવી પડે તેવી આશંકા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત પર કુદરત તો રૂઠી જ હોય તેવું લાગી રહ્યું છે જે પ્રકારે કોરોના વાયરસે સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે, તોફાનની આશંકા છે આ ઉપરાંત કમોસમી વરસાદે પણ ખેડૂતોને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં હવે માનવ સર્જીત આફતો પણ ગુજરાત પર આવી પડે તેવી આશંકા છે.
જમ્મુ કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા બાતમીના આધારે સુરક્ષા દળો પર મોટો હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જો કે હવે આતંકવાદીઓની રડાર પર ગુજરાત હોવાનું સામે આવ્યું છે. આઇબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ અંગે કોઇ જ અધિકારીક પૃષ્ટી મળી નથી. પરંતુ ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષા વધારે કડક કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ આ અંગે સત્તાવાર મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.
એલર્ટનાં પગલે ગાંધીનગરના સચિવાલય સંકુલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સચિવાલયના ગેટ બહાર હથિયાર અને બુલેટપ્રુફ જેકેટ સાથે સશ્સ્ત્ત્ર જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિધાનસભા અને અન્ય તમામ મહત્વના સંસ્થાનોની સુરક્ષા પણ વધારે કડક કરવામાં આવી છે. જો કે આ અંગે અધિકારીક રીતે કોઇ પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે