RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રશાંત જોશી અને અમરેલીના ખેડૂત આગેવાન ચીમન ગજેરાએ આજે કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો
 

RSSના સક્રિય કાર્યકર અને અમરેલીના ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ગૌરવ પટેલ/ અમદાવાદઃ કોંગ્રેસમાંથી એક તરફ ધારાસભ્યો છોડીને જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સક્રિય કાર્યકરક અને અમરેલીના એક ખેડૂત આગેવાન આજે શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણીના પડઘમની સાથે જ પક્ષપલટાની પણ સીઝન શરૂ થઈ જતી હોય છે. 

RSSના સક્રિય કાર્યકર એવા પ્રશાંત જોશી આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ RSSમાં સંયોજક રહી ચુક્યા છે. તેઓ 10 વર્ષની ઉમરથી સંધમાં જાડાયેલા છે અને તેમણે પ્રાંત સુધીની જવાબદારી નિભાવી છે. તેઓ હાલમાં RSSની સાગરભારતી પાંખના સંયોજક છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રશાંત જોશીએ કહ્યું કે, દરિયાકાંઠાના લોકો બીમારીથી પીડાય છે. ઘણી રજૂઆત કરવામાં આવી છતાં વર્તમાન સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. સંગમાં 10 વર્ષની વયથી જુદી-જુદી જવાબદારીઓ અદા કરી છે, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સંઘ પર એક નવો સંઘ પ્રભાવી થયો ગયો છે. 

પ્રશાંત જોશીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ છેલ્લા 5 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ કોઈ કામ થતાં નથી. કોંગ્રેસ કામ કરવાનું ઇંધણ છે અને કોંગ્રેસમાં અનેક લોકોને વિશ્વાસ છે કે પોતાના કામ થશે.

પ્રશાંત જોષીની સાથે અમરેલીની ખેડૂત આગેવાન ચીમન ગજેરા પણ કાંગ્રેસમાં જોડાયા છે. ચીમન ગજેરાએ જણાવ્યું કે, અમરેલીમાં કોઈ જાતનો વિકાસ થયો નથી. ખેડૂતોને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, વીમો મળી જશે પરંતુ મળ્યો નથી. તેમણે ઉમેર્યું કે, પરેશ ધાનાણીને સરકાર સહકાર આપતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news