ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીનો ધમધમાટ, કોરોનાની સ્થિતીમાં આયોજન અંગે બેઠકનું આયોજન

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કવાયત તેજ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા  ગુજરાત સહિત પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી આવી રહી છે. તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાને રાખીને કયા પ્રકારે ચૂંટણી કરી શકાય તે માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. 
ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીનો ધમધમાટ, કોરોનાની સ્થિતીમાં આયોજન અંગે બેઠકનું આયોજન

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કવાયત તેજ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા  ગુજરાત સહિત પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી આવી રહી છે. તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાને રાખીને કયા પ્રકારે ચૂંટણી કરી શકાય તે માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. 

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે કોરોનાની સ્થિતિમાં ચૂંટણી કરવા માટે મહત્વના સૂચનો ગુજરાત ચૂંટણી નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલી આપ્યા છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇવીએમ મશીનનો ઉપયોગ કર્યા પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે પ્રમાણે સેનેટાઈઝર અને વ્યવસ્થા કરવા અંગેનું સૂચન કરવામાં આવ્યું છે. 

મતદાર મથકોની સંખ્યા ડબલ કરવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન કરાવી શકાય અને લોકોની લાંબી લાઇનો પણ ન લાગે. ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે કોરોનાની સ્થિતિમાં પણ યોજી શકાયએ માટે 25થી વધારે સૂચનો મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news