રાહુલ ગાંધી ગુજરાતમાં છતાં પણ અહેમદ પટેલના પરિવારે રાખ્યું અંતર, મુમતાઝનું આવ્યું રિએક્શન
Bharat Jodo Nyay Yatra: ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે રાહુલ ગાંધી ભરૂચ લોકસભા સીટ પરથી પસાર થયા અને અહેમદ પટેલના પરિવાર આ યાત્રાથી દૂર છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે અહીંથી ચૈતર વસાવા ઉમેદાવાર જાહેર થતાં કોંગ્રેસી પરિવાર નારાજ થયો છે. આગામી દિવસોમાં એવું પણ બને કે ભાઈ કે બહેનમાંથી કોઈ અપક્ષ ચૂંટણી પણ લડે.
Trending Photos
Bharat Jodo Nyay Yatra: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલી છે. કોંગ્રેસમાં ડખાઓ વચ્ચે આજે રાહુલ ગાંધીએ કારમા રકાસ અંગે ખુલીને વાત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં રોકાણના ત્રીજા દિવસે છોટા ઉદેપુર, નર્મદા અને પછી ભરૂચ જિલ્લા થઈને સુરત પહોંચી હતી. આદિવાસી પટ્ટામાં અનેક સ્થળોએ યાત્રાને સારો એવો જનસમર્થન મળ્યો હતો, પરંતુ યાત્રાથી અહેમદ પટેલના પરિવારે અંતર રાખ્યું.
ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે રાહુલ ગાંધી ભરૂચ લોકસભા સીટ પરથી પસાર થયા અને અહેમદ પટેલના પરિવાર આ યાત્રાથી દૂર છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે અહીંથી ચૈતર વસાવા ઉમેદાવાર જાહેર થતાં કોંગ્રેસી પરિવાર નારાજ થયો છે. આગામી દિવસોમાં એવું પણ બને કે ભાઈ કે બહેનમાંથી કોઈ અપક્ષ ચૂંટણી પણ લડે. જો એવું થયું તો ભાજપ માટે બગાસું ખાતા પતાસું મળ્યું હતું.
ભાજપના 'ઓપરેશન લોટસ' વચ્ચે ગુજરાતમાં પહોંચેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આદિવાસી પટ્ટામાં સારું એવું જનસમર્થન મળ્યું છે. પરંતુ ભરૂચ પહોંચતા જ પાર્ટીના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવારે યાત્રાછી દૂરી બનાવી લીધી હતી. હવે યાત્રા દરમિયાન મુમતાઝ પટેલ અને તેના ભાઈ ફૈઝલ પટેલની ગેરહાજરીથી પરિવારજનો નારાજ થયા હોવાની અટકળો છે?
મુમતાઝ પટેલે યાત્રામાં શા માટે ભાગ ન લીધો? આના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. ભરૂચ બેઠક માટે ટિકિટ જાહેર થાય તે પહેલાં, મુમતાઝ પટેલ પોતે ભારત જોડો યાત્રા માટે જનસમર્થન એકત્રિત કરી રહ્યા હતા. આ પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું અહેમદ પટેલની પુત્રી મુમતાઝ ભરૂચમાંથી ટિકિટ ન મળવાથી નારાજ છે. રાહુલ ગાંધીના પ્રવાસની શરૂઆત અને ગુજરાતમાં તેમના આગમન વચ્ચે પાર્ટીના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.
ચૈતર પહોંચ્યો, મુમતાઝ ગેરહાજર...
મુમતાઝની ગેરહાજરી વચ્ચે અહેમદ પટેલનો પરિવાર આગામી દિવસોમાં બળવો કરી શકે છે કે કેમ તેની ચર્ચા છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટિકિટ ન મળતા અને AAPને ગઠબંધનમાં સ્થાન અપાતા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે યાત્રામાં બહેન અને ભાઈની ગેરહાજરીના કારણે ભરૂચ બેઠક પર આગામી દિવસોમાં AAP અને કોંગ્રેસને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી અટકળો ચાલી રહી છે. એક તરફ અહેમદ પટેલનો પરિવાર યાત્રા દરમિયાન ગેરહાજર રહ્યો હતો તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું અને ભરૂચમાં કારમાં રાહુલ ગાંધીની પાછળ રહ્યા હતા.
AAP ઉમેદવારને નુકસાન થશે
જો અહેમદ પટેલના પરિવારમાંથી કોઈ અપક્ષ ઉમેદવાર ઊભો રહે તો તેનું સીધું નુકસાન ગઠબંધનના ઉમેદવારને થશે, જોકે I.N.D.I.A એલાયન્સ તરફથી ટિકિટ મળતાં AAPના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું હતું કે તેઓ આ સીટ જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે. ભાજપે આ સીટ પર સતત 10 વખત જીત મેળવી છે. પાર્ટીએ અહીંથી તેના આદિવાસી નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી છે. જો કે, AAP નેતાઓ ભરૂચમાં રાહુલ ગાંધીની મુલાકાતને મળેલા સમર્થનથી ખુશ દેખાતા હતા.
અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની માંગ
I.N.D.I.A એલાયન્સમાં ભરૂચની બેઠક AAPને આપવામાં આવ્યા પછી, અહેમદ પટેલના નજીકના લોકો હવે મુમતાઝને દેશભરની કોઈપણ લઘુમતી પ્રભુત્વવાળી બેઠક પરથી ચૂંટણી લડાવાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં ભરૂચમાંથી ટિકિટ ન મળતાં સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ સામે આવી છે. તેમની વચ્ચે એવી માંગ ઉઠી છે કે અહેમદ પટેલની પુત્રીને તક મળવી જોઈએ. ટિકિટ ન મળતાં મુમતાઝ પટેલે બૃહદ હિતમાં પક્ષ સાથે રહેવાની જાહેરાત કરી હતી, પરંતુ રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન અહેમદ પટેલના પરિવારની ગેરહાજરીથી બધુ ઠીક ન હોવાની અટકળોને વેગ મળ્યો છે. ચર્ચા એવી પણ છે કે ભાઈ બહેનમાંથી કોઈ ભરૂચ સીટ પરથી અપક્ષની ચૂંટણી ના લડે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે