શું રાહુલ ગાંધી દ્વારકા આવશે? 25 થી 27 દરમિયાન યોજાનાર ચિંતન શિબિરને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર
રાહુલ ગાંધી ખાસ કરીને યુવા નેતા અને કાર્યકરોને જનતા વચ્ચે જવા અને પ્રશ્ન ઉઠાવવા હાકલ કરશે. દ્વારકામાં યોજાનાર ચિંતન શિબિરમાં ધારાસભ્યો, હોદ્દેદારો સહિત 500 જેટલા આગેવાનો ભાગ લેશે.
Trending Photos
ગૌરવ પટેલ/રાજકોટ: રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. ગુજરાત કોગ્રેસે આપેલા આમંત્રણનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. દ્વારકા ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ભાગ લેશે. અને રાહુલ ગાંધી ત્યાં કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપશે. દ્વારકા ખાતે 25થી 27 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસની ચિંતન શિબિર યોજાવાની છે. ત્રણ દિવસની શિબિરમાં વિધાનસભાનો ચૂંટણી પ્રચાર અને સંગઠનની મજબૂતાઇ પર ભાર મુકાશે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે જાણે ચૂંટણીનો રોડમેપ તૈયાર કરી લીધો હોય તેમ કાર્યક્રમો આરંભી દીધા છે. રાહુલ ગાંધી ખાસ કરીને યુવા નેતા અને કાર્યકરોને જનતા વચ્ચે જવા અને પ્રશ્ન ઉઠાવવા હાકલ કરશે. દ્વારકામાં યોજાનાર ચિંતન શિબિરમાં ધારાસભ્યો, હોદ્દેદારો સહિત 500 જેટલા આગેવાનો ભાગ લેશે.
ચલો સ્કૂલ ચલે હમ: બે વર્ષથી ખોવાયેલો બાળકોનો અવાજ ફરી સ્કૂલ-કોલેજોમાં ગૂંજશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો દ્વારકાની ચિંતન શિબિરમાં ભાગ લેવાનો આ કાર્યક્રમ ફાઈનલ થયો છે, તેમ પ્રદેશ કોંગ્રેસના સૂત્રો કહે છે. દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિરનું 25મીએ ઉદઘાટન થશે. એના બીજા દિવસે રાહુલ ગાંધી પક્ષના હોદ્દેદારો-આગેવાનોને સંબોધન કરશે.
તમને જણાવી દઈએ કે 25થી 27 ફેબ્રુઆરી સુધી દ્વારકામાં ચિંતન શિબિર ચાલવાની છે. આગામી 2022ની ચૂંટણીને લઈને આ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માટે કોંગ્રેસ પક્ષે વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવાનું શરૂ કર્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે