સુરેન્દ્રનગર: નાના રણમાં ફસાયા અગરિયા, ત્યારે ભગવાન બનીને આવ્યા કલેક્ટર

મહા વાવાઝોડાના કારણે સુરેન્દ્રનગરના આગરિયાની હાલત વધારે કફોડી બની છે. વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ પડતા નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ ફસાયા છે. જો કે તેમને બચાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે વાવાઝોડાના કારણે ગુજરાતનાં વેપારીથી માંડીને ખેડૂત બધાને નુકસાન થયું છે. ખેડૂતોને ક્યાર વાવાઝોડાએ ધોઇ નાખ્યા છે. આ વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી અગરિયાઓએ પણ પકવેલું મીઠુ ઓગળી ગયું હતું. જ્યારે સાગરખેડૂઓ પણ દરિયામાં જઇ શકતા નથી.
સુરેન્દ્રનગર: નાના રણમાં ફસાયા અગરિયા, ત્યારે ભગવાન બનીને આવ્યા કલેક્ટર

અમદાવાદ : મહા વાવાઝોડાના કારણે સુરેન્દ્રનગરના આગરિયાની હાલત વધારે કફોડી બની છે. વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ પડતા નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ ફસાયા છે. જો કે તેમને બચાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે વાવાઝોડાના કારણે ગુજરાતનાં વેપારીથી માંડીને ખેડૂત બધાને નુકસાન થયું છે. ખેડૂતોને ક્યાર વાવાઝોડાએ ધોઇ નાખ્યા છે. આ વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી અગરિયાઓએ પણ પકવેલું મીઠુ ઓગળી ગયું હતું. જ્યારે સાગરખેડૂઓ પણ દરિયામાં જઇ શકતા નથી.

— Collector Surendranagar (@CollectorSRN) November 2, 2019

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ નાનારણમાં વાછડા દાદાના મંદિરે નવાવર્ષે દર્શન કરવા માટે ગયેલા યાત્રીઓ ફસાયા હતા. તેમને પણ કલેક્ટર દ્વારા બચાવાયા હતા. વાછડાદાદાના દર્શન કરવા માટે ગયેલા 1100 દર્શનાર્થીઓ નાનારણમાં ફસાયા હતા. કલેક્ટર દ્વારા આસપાસના ટ્રેક્ટર્સની મદદ લઇને 1100 દર્શનાર્થીઓ ઉપરાંત 229 વાહનોને સહીસલામત રણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી અગરિયા ફસાતા તેમને પણ સહિ સલામત રીતે પરત લાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે ફરી એકવાર સરાહનીય કામગીરી કરતા અગરિયાઓને બચાવાયા છે.

મહા વાવાઝોડું હજી ગુજરાતનાં કિનારાથી ઘણુ દુર છે. જો કે તેની અસરથી જ ગુજરાતનાં અનેક જિલ્લાઓ અસ્તવ્યસ્થ થઇ ગયા છે. વાવાઝોડાના કારણે અનેક દરિયા કિનારાના જિલ્લાઓમાં તોફાની વરસાદ મુસીબત બન્યો છે. નવા વર્ષની શરૂઆત જ તોફાની વરસાદ સાથે થઇ હતી. ત્યાર પછી એકાત્રે દિવસે સતત વરસાદ પડ્યા જ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે તો પહેલા ક્યાર વાવાઝોડા બાદ હવે આ મહા વાવાઝોડુ માથાનો દુખાવો બન્યું છે.

 

— Collector Surendranagar (@CollectorSRN) October 30, 2019

ખેડૂતોને કંગાળ કરીને ગયેલા ક્યાર બાદ હવે મહા વાવાઝોડુ વેપારીઓને કંગાળ કરી રહ્યું છે. વાવાઝોડા અને વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટાભાગની દુકાનો બંધ રહે છે અથવા તો પછી ખુલ્લી હોય તો ગ્રાહકો જ ડોકાતા નથી. કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ 4953 ચોરસ કિલોમીટર માં આવેલ નાના રણમાં મીઠું પકવતા અગરિયા ફસાયા જેને બચાવવા માટે જિલ્લા કલેક્ટર કે રાજેશ ના  દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news