VIDEO રાજકોટ: ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, 15 દિવસમાં ચૂકવાશે પાકવીમો
અંતે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા મધ્યસ્થી બનવા પહોંચ્યા હતા અને ખેડૂતો અને સરકાર વચ્ચે સખિયા મધ્યસ્થી બન્યા હતા.
Trending Photos
સત્યમ હંસોરા, રાજકોટ: અંતે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયા મધ્યસ્થી બનવા પહોંચ્યા હતા અને ખેડૂતો અને સરકાર વચ્ચે સખિયા મધ્યસ્થી બન્યા હતા. કપાસના પાક વીમાની જાહેરાત કરવા, ચેકડેમ અને તળાવ ઊંડા તેમજ જરૂરિયાત વાળા રિપેરીંગ કરવા અને ભાવાંતર યોજનાની માગ સાથે ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યા હતા. ઉપવાસનો આજે ચોથો દિવસ હતો. ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો.
જુઓ VIDEO...
અત્રે જણાવવાનું કે ખેડૂતોએ આજે શર્ટ કાઢીને સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ મળે તે બદલ હવન પણ કર્યા હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ અને બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ મધ્યસ્થી કરીને જુલાઈ સુધીમાં પાક વીમો આપવાની લેખિતમાં ખાતરી આપતા ખેડૂતોને લીંબુ પાણીથી પારણા કરાવ્યાં હતાં.
ભાવાંતર યોજના જેમ બને તેમ વહેલી લાગુ કરવા અને કપાસનો પાક વીમો ચૂકવવા માટેની લેખિતમાં બાહેધરી મળતા આંદોલનનો અંત આવ્યો. 15 દિવસમાં ખેડૂતોને કપાસનો પાક વીમો ચૂકવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે