રાજકોટ પોલીસને દશેરાએ મળ્યા નવા શસ્ત્રો, પૂજન કરીને કર્યાં શ્રીગણેશ

Trending Photos

રાજકોટ પોલીસને દશેરાએ મળ્યા નવા શસ્ત્રો, પૂજન કરીને કર્યાં શ્રીગણેશ
  • રાજકોટ પોલીસના વિવિધ હથિયાર જેવા કે અલગ અલગ પ્રકારની ગન તેમજ અલગ અલગ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું.
  • સ્નેઈફર રાઇફલ, એમપી 5, એસઆઈજી સહિતના હથિયારો ઉમેરાયા છે. આ ઉપરાંત ડોગ સ્કોવડમાં પણ ઉમેરો કરવામાં આવ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે દશેરાના પર્વ પર શસ્ત્ર પૂજનની મહિમા છે. ત્યારે ગુજરાત પોલીસના વિવિધ શહેરોના હેડ ક્વાર્ટરમાં પણ શસ્ત્ર પૂજન થાય છે. ત્યારે આજે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમા પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. વિજયાદશમી (Dussehra 2020) ના દિવસે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પૂજાની પરંપરા આજે પણ  નિભાવવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટ પોલીસને મળેલા નવા શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવી.

રાજકોટ પોલીસને મળ્યા નવા શસ્ત્રો
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાસ્ત્રપૂજનમાં રાજકોટ પોલીસના વિવિધ હથિયાર જેવા કે અલગ અલગ પ્રકારની ગન તેમજ અલગ અલગ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરી હતી. રાજકોટ પોલીસના હથિયારમાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સ્નેઈફર રાઇફલ, એમપી 5, એસઆઈજી સહિતના હથિયારો ઉમેરાયા છે. આ ઉપરાંત ડોગ સ્કોવડમાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર કેકિંગ અને સ્નાઇપર ડોગનો જ ઉપયોગ કરતો હતો. હવે ઇઝરાયેલની કે એન નાઈન પ્રમાણને બેલ્જિયમ સેફર્ડ ડોગનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારના ડોગ ટોળા વિખેરવામાં ઉપયોગી થશે. 

આ ઉપરાંત અશ્વ દળમાં પણ વધારો કરાયો છે. પોલીસના આ શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશ્નર, DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. દર વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવતો હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીના કારણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રાજકોટવાસીઓ ફાફડા-જલેબીની દુકાનોમાં ઓછી ભીડ
દશેરાના તહેવાર પર ગુજરાતીઓના ફેવરિટ ફાફડા-જલેબીનો નાસ્તો કેમ કરીને ભૂલાય. ત્યારે રાજકોટમાં પણ દશેરાના તહેવારને લઈને લોકો મીઠાઈ અને ફરસાણની દુકાનો પર પહોંચી ગયા હતા. જોકે, આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ઓછી જોવા મળી હતી. કોરોના વાયરસને પગલે લોકોની ભીડ ઓછી હોવાનું વેપારીઓએ કહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news