આજે શ્રાવણી પૂનમ, હજારો ભક્તો સવારે મંદિરે દર્શન કરવા ઉમટ્યા
અરવલ્લી જિલ્લા ના આદિવાસીઓ જેમને કાળિયા ઠાકોરથી ઓળખે છે એવા ભગવાન શામળિયાના દર્શન ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કર્યા હતા.
Trending Photos
અરવલ્લી, દ્વારકા: આજે શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન અવસરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે. રક્ષાબંધન નિમિત્તે ભક્તો દ્વારા લાવવામાં આવેલી રાખડી ભગવાનને અર્પણ કરવામાં આવી રહી છે. પવિત્ર યાત્રાધામ શામળાજી દ્વારકામાં ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. જોકે કોરોનાના પગલે ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
અરવલ્લી જિલ્લા ના આદિવાસીઓ જેમને કાળિયા ઠાકોરથી ઓળખે છે એવા ભગવાન શામળિયાના દર્શન ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કર્યા હતા. કેન્દ્રીય ગૃહ વિભાગ ની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક તેમજ સેનેટાઇજિંગ કરી સાફસફાઈ સાથે પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે શામળાજી મંદિરમાં રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ મંદિર ટ્રસ્ટ દવારા ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.
આ મુજબ શામજીનો સમય
મંદિર ખુલશે સવારે 7 - 00 કલાકે, મંગળા આરતી સવારે - 7-30 કલાકે, શણગાર આરતી સવારે 9 - 15 કલાકે, 11 - 30 કલાકે ભોગ ધરાવશે ( મંદિર બંધ થશે ), 12 - 15 કલાકે મંદિર ખુશે ( રાજભોગ આરતી ), 12 - 30 કલાકે ઠાકોરજી પોઢી જશે, 2 - 15 કલાકે ઉત્થાપાન ( મંદિર ખુલશે ), સાંજે 7 - 00 કલાકે સંધ્યા આરતી, રાત્રે 7 - 45 કલાકે શયન આરતી , રાત્રે 8 - 00 કલાકે મંદિર બંધ થશે
તો બીજી તરફ દ્વારકાધીશ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. શ્રાવણી પૂનમ નિમિત્તે સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ 6:15 વાગ્યે ભક્તો માટે દ્વારા ખોલવામાં આવ્યા છે. શ્રાવણી પૂનમને ધ્યાનમાં રાખતાં મંદિરમાં પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે