દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ ગેસના બોટલનો કર્યો એવો ઉપયોગ કે, પોલીસ પણ રહી હક્કા-બક્કા

અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગેસની બોટલમાં દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો ગોતી કાઢ્યા હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાયા છે. 

દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ ગેસના બોટલનો કર્યો એવો ઉપયોગ કે, પોલીસ પણ રહી હક્કા-બક્કા

મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી અને વેચાણ કરી રહ્યા છે. ત્યારે પોલીસની નજરોથી બચીને બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમીયા શોધી કાઢે છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગેસની બોટલમાં દારૂની બોટલ સેટ કરીને દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો ગોતી કાઢ્યા હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાયા છે.

Daru

શહેરની રામોલ પોલીસે ગેસ સિલિન્ડર સાથે દારૂની બોટલ ભરીને વેચતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દારૂના જથ્થા સાથે પકડાયેલા બંન્ને આરોપીના નામ જગદીશ પટેલ અને ભાવેશ પંચાલ છે. આ બંન્ને બુટલોગરોની દારૂ વેચવાની નવી ટેકનિકથી પોલીસ પણ હક્કા-બક્કા રહી ગઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news