રશિયા-યુક્રેનના યુદ્ધની સુરતમાં એવી ખાનગી વાત ફેલાઈ કે લોકો ચિંતામાં પડી ગયા કે હવે શું થશે? પછી...
તમને જણાવી દઈએ કે સુરત સહિત દેશભરમાં 29% રફ હીરાની આયાત રશિયાથી થાય છે. જો બેંકિંગ સેવા બંધ થઈ જાય તો મોટી અસર પડી શકે છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: યુક્રેન અને રશિયા વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર હવે સુરત- સૌરાષ્ટ્રને પડી રહી છે. સુરત હીરાઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, ત્યારે યુદ્ધની અસર હીરાઉદ્યોગને પડે તે સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ વચ્ચે યુદ્ધના લીધે હીરા ન મળવાની અફવાને પગલે રશિયન કંપનીએ સુરત હીરા બુર્સને એક લેટર લખવો પડ્યો છે. જેમાં તેમણે સુરત હીરા બુર્સને જણાવ્યું છે કે, ‘ચિંતા ન કરો, રફની અછત નહીં આવે’.. યુદ્ધની અસર પોતાના પર ન હોવાનો રશિયન કંપનીએ દાવો કર્યો છે. માઈનિંગ પણ ચાલુ હોવાનું કંપનીએ હીરા વેપારીઓને જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે સુરત સહિત દેશભરમાં 29% રફ હીરાની આયાત રશિયાથી થાય છે. જો બેંકિંગ સેવા બંધ થઈ જાય તો મોટી અસર પડી શકે છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર અસર થવાની અફવા બજારમાં એટલા માટે ફેલાઈ છે કે, જેટલી રફ હીરાની આયાત વિશ્વના અલગ અલગ દેશોમાંથી સુરતમાં થાય છે. તેમાંથી 25થી 30 ટકાની આસપાસ રશિયાથી આયાત થાય છે. જેના કારણે બજારમાં ફેલાયેલી અફવાને લઈને સુરતના હીરા વેપારીઓમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
જોકે બીજી તરફ સુરતના હીરા વેપારીઓ પાસે સ્ટોક છે ત્યાં સુધી વાંધો નહીં આવે, પરંતુ બહારથી આવતી રફ હીરાના ભાવ ઊંચા જશે અને તૈયાર માલ વેચાશે નહીં ત્યારે તેની મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળશે. જોકે અત્યારે જ સુરતના કેટલાક નાના વેપારીઓએ તૈયાર માલ ખરીદવાનું બંધ કર્યું છે તો તેની સામે રફ વિક્રેતાઓ એ રફ વેચવાનું પણ બંધ કરી દીધું છે.
આ તમામ વિષમ સ્થિતિ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર યુદ્ધની અસર થવાની અફવા વચ્ચે રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝાએ સુરત ડાયમંડ બુર્સને પત્ર લખીને જાણ કરી છે કે, ‘તમે ચિંતા નહીં કરો અમે રફની અછત વર્તાવા નહીં દઈએ.’
ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રસિયાના યુદ્ધના ભણકારાની અસર હવે સૌરાષ્ટ્રને પડી રહી છે. જેમાં યુક્રેન મોકલવાના રેલ્વે પાર્ટ્સનો લાખોનો સમાન અટકીને પડ્યો છે. ત્યાં કન્ટેનર પહોંચે અને યુદ્ધ થાય તો મોટું નુકસાન થાય તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને તેનું નુકસાન વેઠવું પડે તેમ છે. યુદ્ધના ભણકારાથી સૌરાષ્ટ્રનો 20 ટકા વેપાર ઠપ્પ થયો છે, એક્સપોર્ટ અટવાયા છે.
સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને 50 ટકા એડવાન્સ પેમેન્ટની માંગણી પણ આવતું નથી. એડવાન્સ પેમેન્ટ નહિ થતું હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી બાજુ કન્ટેનરોના ભાડા પણ વધી જતાં એક્સપોર્ટ પર અસર જોવા મળી રહી છે. પરંતુ લાંબા સમયે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ફાયદો થશે તેવો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો દાવો કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે