Kacha Badam: 'કચ્ચા બાદામ' ફેમ સિંગરનો થયો અકસ્માત, જાણો કેવી છે તેમની તબિયત

કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે. જેમાં તેઓ ઘાયલ થયા છે.

Kacha Badam: 'કચ્ચા બાદામ' ફેમ સિંગરનો થયો અકસ્માત, જાણો કેવી છે તેમની તબિયત

બીરભૂમ: કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે. જેમાં તેઓ ઘાયલ થયા છે. અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભુબનને છાતીમાં વાગ્યું છે. 

કાર ચલાવવાનું શીખી રહ્યા હતા ભુબન
ભુબન બડ્યાકરનો અકસ્માત સોમવારે થયો. અત્રે જણાવવાનું કે હાલમાં જ તેમણે કાર ખરીદી  છે. તેઓ કાર ચલાવવાનું શીખી રહ્યા હતા અને અકસ્માત થયો. અકસ્માત બાદ કચ્ચા બદામ ફેમ સિંગરને સુપર સ્પેશિયાલિટીમાં દાખલ કરવામાં આવ્યા. 

ઝડપથી વાયરલ થયું કચ્ચા બદામ ગીત
અત્રે જણાવવાનું કે ભુવન બડ્યાકર પશ્ચિમ બંગાળમાં મગફળી વેચવાનું કામ કરતા હતા અને મગફળી વેચતા વેચતા તેઓ કચ્ચા બદામ ગીત ગાતા હતા. આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થયું. ત્યારબાદ ભુબન બડ્યાકર ખુબ મશહૂર થઈ ગયા. 

મ્યૂઝિક કંપનીઓ તરફથી મળે ઓફર
ભુબન બડ્યાકરે હાલમાં જ એક મ્યૂઝિક કંપની માટે કચ્ચા બાદામ ગીતનો વીડિયો શૂટ પણ કર્યો. તેમને અનેક કંપનીઓ અને ટીવી શો તરફથી ઓફર મળી રહ્યા છે. તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 

ભુબન બડ્યાકરને મળેલી પ્રસિદ્ધિ જોઈને કોઈની પણ આંખો પહોળી થઈ જાય. તેઓ હવે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. ભુબનના ગીત કચ્ચા બાદામ પર લાખો યૂઝર્સે રીલ્સ પણ બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news