Pathan Movie: Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ

Pathan Movie Latest News: : ભારે વિવાદ બાદ આજે 100 દેશની 2500 સ્ક્રિન પર એકસાથે રિલિઝ થઈ ફિલ્મ પઠાણ... હિંદુ સંગઠનોના વિરોધની શક્યતાના પગલે થિયેટરો પર ગોઠવાયો પોલીસનો ચાંપતો બંદોબસ્ત...

Pathan Movie:  Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ

Pathan Movie Latest Update ગૌરવ પટેલ/અમદાવાદ : બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પઠાણનો વિવાદ હજી શમ્યો નથી. ત્યારે ગુજરાતભરમાં પણ પઠાણ ફિલ્મ રિલીઝ થશે. અમદાવાદમાં આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પઠાન ફિલ્મ રિલીઝ થતા શહેરના તમામ થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના થલતેજ ખાતે આવેલા PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત મૂકાયો છે. આ વચ્ચે વહેલી સવારે લોકો આજે રિલીઝ થતી પઠાણ ફિલ્મ જોવા પહોંચ્યા છે. 

પઠાન રિલીઝ થવા પર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે. 

વિવાદોમાં ફસાયા બાદ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બુધવારે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ પોલીસે ફિલ્મ રીલીઝ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તૈયારીઓ કરી છે. મલ્ટીપ્લેક્સની બહાર બંદોબસ્તની સાથે પોલીસે લોકોને અફવાઓથી ન દોરાવા અપીલ કરી છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે હવે પોતાનો વિરોધ આટોપી લીધો છે. 

આ પણ વાંચો : 

ટીઝર રિલીઝ થયા બાદથી જ સતત વિવાદમાં રહેલી પઠાણ ફિલ્મની રિલીઝ થવાની રાહ ખુલી ગઈ છે...સેન્સર બોર્ડે ફિલ્મના અમુક દ્રશ્યો અને સંવાદો પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રીલીઝ થઈ છે, ત્યારે વિશ્વ હિંદુ પરિષદે ફિલ્મનો વિરોધ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સેન્સર બોર્ડની કામગીરી બાદ VHP એ વિરોધ બંધ કર્યો છે. સાથે જ ફિલ્મ જોવી કે નહીં તે અંગે લોકોને જ નિર્ણય લેવા કહ્યું છે. જોકે, VHPએ ભલે પઠાણ ફિલ્મનો વિરોધ બંધ કર્યો છે, પણ ફિલ્મ નિર્માતાઓ અને સેન્સર બોર્ડ સામે તેનો વાંધો યથાવત્ છે.

આ પણ વાંચો : 

તો આ તરફ ફિલ્મ રીલીઝ થતા પહેલાં જ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. ફિલ્મ રીલીઝ થયા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, ફિલ્મના બહાને કોમવાદી પરિબળો સક્રિય ન થાય તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મલ્ટિપ્લેક્સ, થિયેટર અને મોલની પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અફવાઓથી દોરાઈ ન જવાની તેમજ ફિલ્મને માત્ર ફિલ્મ તરીકે જોવાની પણ અપીલ કરી છે.

હવે જોવું એ રહેશે કે પઠાણ ફિલ્મને પ્રતિસાદ કેવો મળે છે અને ફિલ્મ રિલીઝ થયા બાદ વિરોધનું પરિબળ કામ કરે છે કે કેમ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news