ચોંકાવનારો ખુલાસો! વડોદરામાં ફાઇનાન્સરે આપઘાત પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠી એ ખોલ્યા રાઝ, છેલ્લા શબ્દો...'
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી આકાશ ગંગા સોસાયટીમાં રેહતા ધર્મેશ પરમાર પોતે એક ફાઇનાન્સર હતા. ગત સોમવારે ધર્મેશ પરમારે સમા સાવલી રોડ પરની એક હોટેલમાં મહેમાનો માટે રૂમ બુક કરાવ્યો હતો.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: ગત સોમવારે વડોદરા શહેરના સમા સાવલી રોડ પરની એક હોટેલમાં ફાઇનાન્સરે કરેલા આપઘાત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધર્મેશ પરમારે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી આકાશ ગંગા સોસાયટીમાં રેહતા ધર્મેશ પરમાર પોતે એક ફાઇનાન્સર હતા. ગત સોમવારે ધર્મેશ પરમારે સમા સાવલી રોડ પરની એક હોટેલમાં મહેમાનો માટે રૂમ બુક કરાવ્યો હતો અને ત્યારબાદ હોટેલની 405 નંબરની રૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
હોટેલમાં રોકાયેલા ફાઇનાન્સર ધર્મેશ પરમારે આપઘાત કરી લેતા પોલીસે સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી,પોલીસે હોટેલ ની 405 નંબર ની તલાશી લેતા રૂમ માંથી ઝેરી દવા ની શીશી મળી આવી હતી.તો સાથેજ બેડ નીચે થી એક રહસ્યમય ચિઠ્ઠી પણ મળી આવી હતી.
મૃતક ધર્મેશ પરમારે આપઘાત કરતા પેહલા લખેલી અંતિમ ચીઠ્ઠી પોલીસ ને હાથ લાગી છે ત્યારે આ ચિઠ્ઠી માં ધર્મેશ પરમારે પોતે આર્થિક સંકડામણ અનુભવતા હોવાની તેમજ માનસિક તણાવ માં હોવાની વાત વર્ણવી હતી.ધર્મેશ પરમાર ની નબળી આર્થિક સ્થિતિ એ તેમને જીવન ટૂંકાવવા મજબૂર કર્યા હોવાનો ચિઠ્ઠી માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધર્મેશ પરમારે આપઘાત પેહલા લખેલી અંતિમ ચિઠ્ઠીના કેટલાક અંશ નીચે મુજબ છે..
મૃતક ધર્મેશ પરમારના આપઘાત પહેલાના અંતિમ શબ્દો !
ઉઘરાણી આવતી નથી અને લેણદાર પૈસા માગી રહ્યા છે
રૂપિયા લઈ જનારાઓ પાસેથી ઉઘરાણી પરત આવતી નથી
અને જેમની પાસે થી રૂપિયા લાવ્યો તે લોકો સતત ઉઘરાણી કરી રહ્યા છે
આર્થિક ભીંસ ના કારણે આપઘાત કરી લેવો એ જ એક છેલ્લો વિકલ્પ બચ્યો છે.
ઉલ્લેખનીય છે કે પરિવારના જણાવ્યા મુજબ ધર્મેશ પરમાર ખૂબ ખુશમિજાજ સ્વભાવના હતા, પોતે પૈસા ધિરવાનો ધંધો કરતા હતા અને આર્થિક રીતે સદ્ધર પણ હતા. ત્યારે ધર્મેશ પરમારે આપઘાત પેહલા લખેલી અંતિમ ચિઠ્ઠી માં આર્થિક સંકડામણનો ઉલ્લેખ કરતા આપઘાતનું રહસ્ય હજી ઘેરું બનતું જઈ રહ્યું છે.
પોલીસને મળેલી ધર્મેશ પરમાર ની અંતિમ ચિઠ્ઠીમાં બે વિધર્મીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, બંને વિધર્મીઓ કોણ છે અને તેઓની શું ભૂમિકા છે તે મુદ્દે પોલીસે તપાસ તેજ કરી છે. હાલ પોલીસ દ્વારા મૃતક ધર્મેશ પરમારની કોલ ડિટેલ્સ મંગાવવામાં આવી છે તો સાથે જ ધર્મેશ પરમારના સંપર્કમાં આવેલા તમામ લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે