US Visa માટે હવે નહીં જોવી પડે વધુ રાહ, ઈન્ટરવ્યુના વેઈટિંગ સમયમાં 60 ટકાનો ઘટાડો
અમેરિકા જતા ભારતીયો માટે રાહતના અને મોટા સમાચાર છે. હવે તમારે વિઝા માટે વધુ રાહ નહીં જોવી પડે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિઝા મેળવવા માટેના ઈન્ટરવ્યુના સમયમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકા જતા ભારતીયો માટે રાહતના અને મોટા સમાચાર છે. હવે તમારે વિઝા માટે વધુ રાહ નહીં જોવી પડે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિઝા મેળવવા માટેના ઈન્ટરવ્યુના સમયમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
તમારે હવે પહેલાની સરખામણીમાં અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુ માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. આ સ્પષ્ટતા યુએસ વિઝા સેવા વિભાગના ઉપ સહાયક સચિવ જુલી સ્ટફ્ટે કરી છે. તેમનું કહેવું છે કે ભારતમાં યુએસના વિઝા માટે ઈન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેના કારણે જ વિઝા માટે રાહ જોવાના સમયમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. આ સુવિધા વધારવા માટે હજુ પ્રયાસ યથાવત્ છે.
નવા પ્રયાસ હેઠળ ભારતમાં અમેરિકન અધિકારીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ સાથે અન્ય સ્થળોએ પણ રાજદ્વારી મિશન શરૂ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો 10 લાખ જેટલા વિઝા આપવાનો લક્ષ્યાંક છે, જે મહામારી પહેલાના વિઝાની સરખામણીમાં વધુ છે. અમેરિકાએ ભારતમાં પોતાના અધિકારીઓની સંખ્યા પણ વધારી છે.
અમેરિકાના વિઝા સેવા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, અમે હૈદરાબાદમાં નવું કોન્સ્યુલેટ ખોલી રહ્યા છીએ. જેનો પાછળનો હેતુ અમેરિકા જવા માટે વિઝાની રાહ જોતા ભારતીયોનો સમય ઘટાડવાનો છે. આ માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ સતત પ્રયાસ કરી રહ્યું છે. હાલ 100થી વધુ અમેરિકન રાજદ્વારી મિશન ભારતના લોકોને વિઝા આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે