પાટણમાં પદ્મશ્રી માલજી દેસાઇની રજતતુલા કરવામાં આવી, સોના-ચાંદીની રકમનો ખાસ ઉપયોગ થશે
Trending Photos
પાટણ : પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત માલજી દેસાઈનો આજ રોજ ગુજરાત માલધારી સમાજ દ્વારા રજતતુલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ દ્વારા માલજી દેસાઈને 85 કિલો ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. તો સમાજના અગેવાનો, સાધુ, સંતો અને ધારાસભ્યો દ્વારા માલજી દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રજતતુલામાં આવેલ ચાંદીને જે પણ રકમ ઉપજે તેને શિક્ષણ, આરોગ્ય અને આપત્તીકાલીન સમયમાં ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના ગાંધી આશ્રમના માધ્યમથી શિક્ષણ, સામાજિક જાગૃતિ સાથે ગાંધીજીની વિચારધારા પર ચાલી જીવન વ્યતીત કરનાર અને લોકસેવા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર પીઢ ગાંધીવાદી આગેવાન અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત માલજી દેસાઈનો સન્માન સમારોહ તેમજ રજત તુલા ગુજરાત માલધારી સમાજ દ્વારા પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાવામાં આવ્યો હતો. જેમાં સમાજના સાધુ સંતો, સમાજના આગેવાનો તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત સમાજના અગેવાનો દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત માલજી દેસાઈને સમાજ દ્વારા રજત તુલા કરવામાં આવી હતી. જેમાં 85 કિલો ચાંદીથી તુલા કરાઈ હતી ત્યારે આ મામલે માલજી દેસાઈએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા જે રજત તુલા કરવામાં આવી છે તેમાંથી ઉપજ રકમ શિક્ષણ, આરોગ્ય અને આપત્તીકાલીન સમયમાં ખર્ચ કરવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજમાં રહેલા જે કુરિવાજો છે તેને દૂર કરી સમાજમાં જે પણ રૂપિયા ખર્ચ થાય તે શિક્ષણ પાછળ ખર્ચ થાય જે થી નવી પેઢી નવી પેઢી નવી દિશા અને રાહ સાથે આગળ વધે અને બીજા સમજોની હરોળમાં માલધારી સમાજ પણ રહે તેમાટે સાથે મળીને નિર્ણય કરશું. સમગ્ર કાર્યક્રમના આયોજક પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ જણાવ્યું કે સમાજના અમૂલ્ય રતન માલજી દેસાઈને સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ ખુબ જ મોટી વાત છે. સમાજ દ્વારા આજે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં રજત તુલા કરી માલજીભાઇનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના તમામ અગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહી માલજીભાઈનું સન્માન કર્યું છે તેમ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે