હેવાનિયતની હદ વટાવી: ચોરીની શંકા પર કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યો
સુરતમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. આ ઘટના ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની છે. સુરતમાં કેટલાક યુવાનોએ ચોરીની આશંકા રાખીને એક કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યા અને તેનો વીડિયો બનાવી વાયરલ પણ કર્યો છે
Trending Photos
તેજશ મોદી, સુરત: સુરતમાં હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટના સામે આવે છે. જેમાં લોકો જાતે પોતે જ ન્યાયાધીશ બની જતા હોય છે અને સજાનું એલાન કરતા હોય છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું છે. આ ઘટના ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની છે. સુરતમાં કેટલાક યુવાનોએ ચોરીની આશંકા રાખીને એક કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યા અને તેનો વીડિયો બનાવી વાયરલ પણ કર્યો છે. ત્યારબાદ હાલ કિશોરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ ઉપરાંત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ભટારના આઝાદનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોબાઇલ ચોરીની ઘટના બની હતી. તે દરમિયાન તારીખ 13 સપ્ટેમ્બરની બપોરે કેટલાક યુવાનો દ્વારા આ કિશોર પર ચોરીની આશંકા રાખીને એક ઘરમાં લઇ ગયા હતા. જ્યાં આ યુવાનોએ કિશોરને ઢોર માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવાનો દારૂ પીધેલી હાલતમાં હતા. તેમજ આ યુવાનોએ કિશોરના કપડા પણ ફાડી નાખ્યા હતા.
આ ઉપરાંત યુવાનો દ્વારા કિશોરના ગુપ્તાંગના ભાગે છેડછાડ કરવામાં આવી છે. આ યુવાનો દ્વારા કિશોરને નગ્ન કરી ઢોર માર માર્યાની સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવાનો દ્વારા કિશોરને ધમકી આપવામાં આવી હતી કે, જો પોલીસ ફરિયાદ કરી તો ફરી તને માર મારવામાં આવશે.
હાલ ભોગ બનનાર કિશોરને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, કિશોર હાલ હોસ્પિટલમાં દાખલ હોવાથી ખટોદરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે પોલીસનું કેહવું છે કે, કિશોરના નિવેદન બાદ સમગ્ર ઘટના અંગે ગુનાહિત કલમો લગાવી વધુ તપાસ હાથ ધવામાં આવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે