સુરત: વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના 2 બિસ્કીટનું ફુલેકુ ફેરવી ફરાર
Trending Photos
સુરત: શહેરના મોટા વરાછામાં ભગવતી જ્વેલર્સના માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાના કારણે મિત્રો પાસેથી ઉધાર 26 લાખ રૂપિયા રોકડા અને દાગીના બનાવવા માટે બે સોનાના બિસ્કિટ મેળવ્યા હતા. જો કે ત્યાર બાદ તે અચાનક દુકાન બંધ કરીને ઠગાઇ કરીને ભાગી ગયા હતા. જેના પગલે જ્વેલર્સના માલિકો દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વરાછા વિસ્તારનાં સોનીઓમાં આ મુદ્દે હાહાકાર મચી રહ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોચા વરાછામાં અંકિત શોપિંગ સેન્ટરમાં ભગવતી જ્વેલર્સનાં નામે સોના ચાંદીના ઘરેણાનો વ્યવસાય કરે છે.
બનાવની વિગત એવી છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોટા વરાછા ખાતે ભગવતી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. અહીં તેઓ સોના અને ચાંદીના ઘરેણાનો વ્યાપાર કરતા હતા. જો કે તેમના જ મિત્ર અને વરાછાના વાણિયા ફળિયામાં રહેતા રાકેશ ચંદુલાલ દેસાઇ મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. રાકેશ દેસાઇ ભગવતી જ્વેલર્સમાંથી જ ઘરેણાની ખરીદી કરે છે. જેથી બંન્ને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી.2016માં મનોજે ધંધામાં જરૂર હોવાથી રાકેશ પાસે પૈસા માંગ્યા હતા. રાકેશે 24 લાખ ચેક દ્વારા મનોજને આપ્યા હતા.
ત્યાર બાદ રાકેશે બીજા રોકડા 2 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે આ દરમિયાન રાકેશે પોતાના બનાવેલા ઘરેણાની મજુરીમાં પૈસા કાપી લેવાનું મનોજે જણાવ્યું હતું. ત્યાર બાદ 2019ના જાન્યુઆરીમાં દેસાઇએ મનોજને ઘરણે બનાવવા માટે 100-100 ગ્રામના બે સોનાના બિસ્કિટ પણ આપ્યા હતા. જો કે મનોજ અચાનક જ દુકાન બંધ કરીને નાસી છુટ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા મનોજે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે