Corona Update: છેલ્લા 24 કલાકમાં 470 કેસ, 33 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર


ગુજરાતમાં હાલ 5357 એક્ટિવ કેસ છે. જેમાં 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 
 

Corona Update: છેલ્લા 24 કલાકમાં 470 કેસ, 33 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 470 કેસ નોંધાયા છે તો 33 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 409 દર્દીઓ સાજા થયા બાદ ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 21 હજાર 44 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના મહામારીને લીધે 1313 દર્દીઓના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં વધુ 470 કેસ નોંધાયા
અમદાવાદ 331, સુરત 62, વડોદરા 32, ગાંધીનગર 8, મહેસાણા 1, ભાવનગર 3, બનાસકાંઠા 1, રાજકોટ 2, અરવલ્લી 1, સાબરકાંઠા 5, આણંદ 4, પંચમહાલ 3, પાટણ 3, કચ્છ 1, ખેડા 3, ભરૂચ 2, વલસાડ 2, જુનાગઢ 1, નવસારી 1, અમરેલી 3 અને અન્ય રાજ્યનો એક કેસ નોંધાયો છે. 

રાજ્યમાં આજે 33 દર્દીઓના મૃત્યુ
ગુજરાતમાં કોરોના વાયરસને લીધે વધુ 33 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1313 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 27, સુરતમાં 2, મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. 

અત્યાર સુધી 14373 દર્દીઓ ડિસ્ચાર્જ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 409 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 248, બનાસકાંઠા 6, રાજકોટ 3, ભાવનગર 2, જુનાગઢ 1, વડોદરા 64, મહેસાણા 5, સુરેન્દ્રનગર 3, ગાંધીનગર 2, કચ્છ 1, સુરત 48, નવસારી 5, અમરેલી 2, પંચમહાલ 2, પાટણ 1, છોટાઉદેપુર 3, અરવલ્લી 2, આણંદ 1 અને વલસાડમાં એક વ્યક્તિ સાજા થયા છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ 61 હજાર 587 ટેસ્ટ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2,67,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં હાલ 5358 એક્ટિવ કેસ છે. જેમાં 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી 14373 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news