અંધશ્રદ્ધાથી તોબા તોબા... ભાવનગરના ચોકમાં મોબાઈલ પર તાંત્રિક વિધિ કરાઈ
ભલે આપણા દેશના રોડ પર રોલ્સ રોયલ ગાડીઓ ફરતી હોય, દરેકના હાથમાં આઈફોન આવી ગયા હોય, પરંતુ આજે પણ કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. જેમ પાંચ ગામે બોલી બદલાય, તેમ આપણા દેશમાં દરેક ગામની પોતાની અલગ અંધશ્રદ્ધા (superstition) છે. લોકોએ હવે મોબાઈલ ફોનને પણ અંધશ્રદ્ધાથી બાકાત નથી રાખ્યો. ભાવનગરમા એક અજીબોગરીબ ઘટના બીન છે. ભાવનગર (bhavnagar) શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભલે આપણા દેશના રોડ પર રોલ્સ રોયલ ગાડીઓ ફરતી હોય, દરેકના હાથમાં આઈફોન આવી ગયા હોય, પરંતુ આજે પણ કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. જેમ પાંચ ગામે બોલી બદલાય, તેમ આપણા દેશમાં દરેક ગામની પોતાની અલગ અંધશ્રદ્ધા (superstition) છે. લોકોએ હવે મોબાઈલ ફોનને પણ અંધશ્રદ્ધાથી બાકાત નથી રાખ્યો. ભાવનગરમા એક અજીબોગરીબ ઘટના બીન છે. ભાવનગર (bhavnagar) શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
આપણે ત્યાં ચાર રસ્તા પર નજર ઉતારા કરાતા હોય છે. લોકો ચાર રસ્તા પર અનેક વસ્તુઓ મૂકી જતા હોય છે. ચાર રસ્તા પર અનેક લોકો તાંત્રિક વિધિમાં વપરાયેલુ નારિયેળ મૂકી જતા હોય છે. પણ ભાવનગરમાં ગઈકાલે મોડી રાત્રે અજીબોગરીબ ઘટના બની. મોડી રાત્રે કોઈ નાળિયેર પર મોબાઈલ બાંધીને મૂકી ગયુ હતું.
આ જોતા જ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયુ હતું. લોકો વિધિ કરીને ખાવાની વસ્તુઓ, લીંબુ, નાળિયેર, કોળુ, દીવો વગેરે જેવી વસ્તુઓ મૂકી જતા હોય છે. પરંતુ કોઈએ મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મૂક્યો હતો. આખરે આવુ કોણે કર્યું છે. ટેકનોલોજી સાથે કોણે આ અંધશ્રદ્ધા જોડી.
મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરી ને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું. આખરે આવુ કોણે કર્યું હશે તે મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે