ભાઈબીજની સવારે સુરતમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજ થતા 7 લોકો દાઝ્યા

Surat Gas Leak : સુરત સચિન વિસ્તારની ઘટના... ગેસ લીકેજ માં ભડકો થતા દુર્ઘટના સર્જાઈ.... 3 બાળકો સહીત 7 લોકો દાઝયા 
 

ભાઈબીજની સવારે સુરતમાં મોટી દુર્ઘટના, ગેસ લીકેજ થતા 7 લોકો દાઝ્યા

Surat News : સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજ બાદ આગ લાગી હતી. જેમાં 3 બાળકો સહિત 7 લોકો આગમાં દાઝી ગયા છે. 3 બાળકો અને 4 પુખ્તવયના લોકો આગમા દાઝ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. વહેલી સવારે દૂધ બનાવતાં સમયે ગેસ લીકેજ થતાં દુર્ઘટના સર્જાઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન વિસ્તારના સુડાના આવાસમાં મોડી રાતે ગેસ લિકેજ થયુ હતું. જેના બાદ આગ લાગી હતી. આ આગામાં પતિ પત્ની સહિત બાળકોનો આખો પરિવાર ગંભીર રીતે દાઝ્યો છે. તમામને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ દાઝેલા બાળકોની સ્થિતિ સ્થિર છે, પરંતુ પતિ પત્ની ગંભીર રીતે દાઝી ગયા છે. 

કેવી રીતે આગ લાગી
પરિવારના લોકોએ જણાવ્યું કે, સચિનના સુડા સેક્ટર 2માં રાત્રે આ પરિવારમાં માતા તેનું નાનું બાળક રડતું હોવાથી દૂધ પીવડાવવા માટે જાગી હતી. લગભગ અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ તેમણે લાઇટરથી ગેસ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ગેસ લિકેજ હોવાથી સમગ્ર રૂમમાં આગ લાગી ગઇ હતી. જેથી ઘરમાં રહેલા પતિ-પત્ની અને ત્રણ બાળકો દાઝી ગયા હતા. તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હાલ સારવાર ચાલુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news