Gold Silver Rate: ભાઈબીજના દિવસે સોના-ચાંદીમાં તેજીનો માહોલ, જાણો શું છે ગોલ્ડ-સિલ્વરનો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today: ભાઈબીજના દિવસે જો તમે તમારી બહેનને સોના-ચાંદી ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં છો તો, આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં વધારો થયો છે. 
 

Gold Silver Rate: ભાઈબીજના દિવસે સોના-ચાંદીમાં તેજીનો માહોલ, જાણો શું છે ગોલ્ડ-સિલ્વરનો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ  Gold Silver Rate on 15 November 2023: આજે ભાઈબીજનો (Bhai Dooj 2023)નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈઓની લાંબી ઉંમરની કામના કરે છે અને ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે. જો તમે આ ખાસ દિવસે તમારી બહેનને ગોલ્ડ કે સિલ્વર જ્વેલરીની ગિફ્ટ આપવા વિશે વિચારી રહ્યાં છો તો આજે સોના-ચાંદીના ભાવ વધી ગયા છે. બુધવારે મલ્ટી કોમેડિટી એક્સચેન્જ પર સોનું 60166 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું છે. ત્યારબાદ સોનાની કિંમતમાં વધારો થયો અને તે કાલના મુકાબલે 135 રૂપિયા એટલે કે 0.22 ટકા મોંઘુ થઈ 60200 રૂપિયાના સ્તર પર છે. તો સોમવારે સોનું 60065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

ચાંદી પણ થઈ મોંઘી
સોના સિવાય ચાંદીની કિંમતમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. વાયદા બજારમાં આજે ચાંદી 71794 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ખુલી છે. ત્યારબાદ તેની કિંમતમાં વધારો થયો અને તે કાલના મુકાબલે 263 રૂપિયા એટલે કે 0.37 ટકા મોંઘી થઈ 71856 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. આ પહેલા છેલ્લા કારોબારી દિવસે ચાંદી વાયદા બજારમાં 71856 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી. 

15 નવેમ્બર, 2023 ના રોજ મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના દરો-
ચેન્નાઈ- 24 કેરેટ સોનું રૂ. 61,090 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 77,000 પ્રતિ કિલો
દિલ્હી- 24 કેરેટ સોનું રૂ. 60,750 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
કોલકાતા- 24 કેરેટ સોનું રૂ. 61,250 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
મુંબઈ- 24 કેરેટ સોનું રૂ. 60,600 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
નોઈડા- 24 કેરેટ સોનું રૂ. 60,750 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
પુણે- 24 કેરેટ સોનું રૂ. 60,600 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
પટના- 24 કેરેટ સોનું રૂ. 60,650 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
લખનૌ- 24 કેરેટ સોનું રૂ. 60,750 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
જયપુર- 24 કેરેટ સોનું રૂ. 60,750 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો
ગાઝિયાબાદ- 24 કેરેટ સોનું રૂ. 60,750 પ્રતિ 10 ગ્રામ, ચાંદી રૂ. 74,700 પ્રતિ કિલો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં શું છે ગોલ્ડ-સિલ્વરનો રેટ?
ઘરેલૂ બજાર સિવાય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોનું અને ચાંદી લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. મેટલ રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 0.20 ટકા મોંઘી થઈ 1966 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. તો ચાંદી કાલના મુકાબલે 0.43 ટકા મોંઘી થઈ 23.16 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news