હે ભગવાન...સુરતમાં ખીચોખીચ ભરેલી બસમાં લટકતું મોત! શું માણસના જીવની કોઈ ચિંતા નથી?
સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ,બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે.
Trending Photos
સુરત: હાલમાં જ મોરબીમાં બ્રીજ તુટવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે પરંતુ સુરત શહેરમાં પાલિકાની બસો એટલી ભરાઈને જાય છે કે વાત ન પૂછો સુરત શહેરમાં ઘણી બસો છે જેમાં બસની કેપેસિટી કરતા વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ શહેરની અંદર અનેક બસો આ જ રીતે મુસાફરો ભરીને બેફામ રીતે દોડે છે. મહિના અગાઉ બસની કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં મુસાફરી કરતા એક યુવક ચાલુ બસે પટકાયો હતો, તેમ છતાં બેફામ રીતે હાલમાં પણ બસો દોડી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર શહેરમાં બીઆરટીએસ, સીટી બસો દોડાવવામાં આવે છે. મોટા પ્રમાણમાં લોકો સીટી બસ,બીઆરટીએસનો ઉપયોગ કરતા હોય છે. શહેરની અંદર અનેક વિસ્તારમાં તમને સીટી બસ,બીઆરટીએસ બસની અંદર મોતની મુસાફરી કરતા દ્રશ્ય જોવા મળશે. મોરબીની ગંભીર દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં બસની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં જોકની મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે.
શહેરની અંદર ગીચોગીચ ભરીને જતી બસોમાં લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પોલીસ કોઈ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવી નિયમોનું પાલન કરાવવાની સાથે દંડ ફટકારતી હોય છે, પરંતુ શહેરની અંદર મનપાની સીટી બસો ગીચગીચ ભરીને મોતની સવારી કરતી હોય બસો ઉપર પોલીસ પણ કેમ કોઈક કાર્યવાહી કરતી નથી.
આ પણ જુઓ વીડિયો:-
શું સરકારી બસોને કોઈ નિયમ લાગુ પડતા નથી? બસની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. જો ભીડને નિયંત્રણ કરવા મનપા બસમાં વધારો કેમ કરતી નથી. મનપાને પૈસા કમાવવામાં જ રસ છે સામાન્ય માણસના જીવનની કોઈ પરવા નથી...?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે