શું તમારી બાઈક ચોરાઈ છે? એક નહિ બે નહીં અનેક ચોરાયેલી બાઈકનો પર્દાફાશ, અનેક ચોરીના ભેદ ઉકેલાયા
સુરત જિલ્લા LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે મોટરસાઇકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. LCB પોલીસે ત્રણ આરોપીઓને દબોચી 19 જેટલી મોટરસાઇકલ કબ્જે કરી છે.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: એક નહિ બે નહીં અનેક ચોરાયેલી બાઈકનો સુરત પોલોસે પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા LCB પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે, પોલીસે 19 જેટલી મોટર સાઇકલો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, સાથે આરોપીઓ ઝડપાતા અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે.
સુરત જિલ્લા LCB પોલીસને સફળતા મળી છે. પોલીસે મોટરસાઇકલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. LCB પોલીસે ત્રણ આરોપીઓને દબોચી 19 જેટલી મોટરસાઇકલ કબ્જે કરી છે. પોલીસ ચોરીના વાહનો શોધી કાઢવા માટે સુરત જિલ્લાના અલગ અલગ અંતરિયાળ રસ્તાઓ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બારડોલી માર્ગ ઉપર તેન ગામ નજીક એક સંકાસ્પદ બાઈક ચાલકને રોકતાં સમગ્ર બાઈક ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ઊંડાણ પૂર્વક બાઈક ચાલકની પૂછપરછ કરતાં તે બાઈક ચોરીનો રીઢો આરોપી સોયેબ ઉર્ફે બોબદો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની વધુ કડકાઈ થી પૂછપરછ કરતાં 19 જેટલી મોટર સાઈલક ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે મોબાઈલ પોકેટ કોપના માધ્યમથી આરોપીને ઝડપી પાડયા છે, પોલીસ સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ પોકેટ કોપના માધ્યમથી વાહનો ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન એક વાહન ચાલક સંકાસ્પદ જાણતા તેને રોકવામાં આવ્યો હતો. મોબાઈલ પોકેટ કોપના માધ્યમથી વિગત સર્ચ કરતાં તેની પાસેનું વાહન બીજા અન્યના નામ પર હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં પોલીસને શંકા જતા તેની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરાતા તે બાઈક ચોરીનો રીઢો આરોપી સોયેબ ઉર્ફે બોબડો હોવાનું ખુલ્યું હતું. અને બાદમાં તેની સઘન પૂછપરછ બાદ અનેક મોટર સાઇકલ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
ચોરોએ બાઈકો બારડોલી, કડોદરા, કીમ, કામરેજ, ઓલપાડ સહિત નવસારી અને ભરૂચ જિલ્લામાંથી સંખ્યાબંધ મોટરસાઇકલો ચોરી કરી ચોરીની મોટરસાઇકલો ભરૂચ તથા વડોદરા જિલ્લામાં તેના સાગરીતોને વહેચી દેતો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ચોરી કરેલી મોટરસાઇકલો કબ્જે કરવા આરોપી સોયેબ ઉર્ફે બોબડા ને સાથે રાખી ભરૂચ, નવસારી તેમજ વડોદરા ખાતે ગઈ હતી. જ્યાં અલગ અલગ જિલ્લાઓ માંથી પોલીસે 19 જેટલી ચોરીની મોટર સાયકલો કબ્જે કરી હતી પોલીસે મુખ્ય આરોપી સોયેબ બોબડા સહિત ભરૂચના આછોડ ગામના અયુબ યુસુફ પટેલ અને વડોદરા જિલ્લાના મેસરાદ ગામના મિનહાસ યુનુસ મલેરીયા ની ચોરીનો મોટર સાઇકલો સાથે ધરપકડ કરી છે.
પોલીસના હાથે ઝડપાયેલ સોયેબ ઉર્ફે બોબદો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેથી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન તેણે આ મોટર સાઇકલ બારડોલી ટાઉન માંથી ચોરી કરી વેચાણ મારવા માટે જતો હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં રીઢા વાહન ચોર આરોપીએ સમગ્ર સુરત જિલ્લામાં પોલીસે કુલ 17 કેટલી બાઈક ચોરીનો ભેદ ઉકેલી 19 બાઈક કબ્જે કરી છે સાથે જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે