હરમિત દેસાઇ દોહામાં બતાવશે દમ, એશિયાઇ ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં થયો ક્વોલિફાઇ
હરમીતની પસંદગી બાદ પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે. હરમીતની માતા અર્ચના દેસાઈએ કહ્યું, 'જો હરમીત વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થશે તો તે અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની વાત હશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થવું અને પછી દક્ષિણ આફ્રિકાના ડરબનમાં રમવું એ મોટી વાત છે.
Trending Photos
World Table Tennis Championship: સુરતને ગૌરવ અપાવતા મોટા સમાચાર સામે આવ્યા છે. કતારનાં દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ હરમીત દેસાઈ જીત્યો છે. હવે હરમીત દેસાઈ સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જશે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બનશે.
સુરતના ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. આવતા વર્ષે મે મહિનામાં આફ્રિકામાં યોજાનારી ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ માટે હરમીતે દોહામાં ક્વોલિફાઈંગ મેચ જીતીને પોતાના દાવાને સમર્થન આપ્યું છે. આમ હરમીત દેસાઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમનાર પ્રથમ ગુજરાતી ખેલાડી પણ બની ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
હરમીતની પસંદગી બાદ પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે. હરમીતની માતા અર્ચના દેસાઈએ કહ્યું, 'જો હરમીત વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થશે તો તે અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની વાત હશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થવું અને પછી દક્ષિણ આફ્રિકાના ડરબનમાં રમવું એ મોટી વાત છે.
એશિયામાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઇ થવું એ કોઈપણ રીતે મોટી વાત છે. ધ્યાન રાખો કે એશિયન દેશો પરંપરાગત રીતે ટેબલ ટેનિસની દુનિયામાં કોઈપણ રીતે પ્રભુત્વ ધરાવે છે. ચીન, હોંગકોંગ, મલેશિયા, જાપાન, કોરિયા, સિંગાપોરના અનુભવી ખેલાડીઓ સામે ક્વોલિફાઇ થવું એ મોટી સિદ્ધિ છે.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે