Surat News: પર્યાવરણ પ્રેમી યુવકે ઘરને બનાવી દીધું બાયોડાઈવર્સિટી પાર્ક, ખાસિયતો જાણી તમને પણ ચસ્કો લાગશે!
નિશિતનું ઘર જોઈને કોઈપણ કહી શકશે નહીં કે સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ સમાન સુરત શહેરમાં આ એક એવું ઘર છે કે જ્યાં ચારેય બાજુ હરિયાળી જોવા મળે છે. નિશિત નેચર ક્લબ સાથે જોડાયા છે જેથી ફૂલ અને છોડ અંગે તેમને વધારે માહિતી પણ છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા અને સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા નિશિત કાપડિયાએ પોતાના બંગલાને બાયોડાઈવર્સિટી બનાવ્યો છે. નિશિતનું ઘર જોઈને કોઈપણ કહી શકશે નહીં કે સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ સમાન સુરત શહેરમાં આ એક એવું ઘર છે કે જ્યાં ચારેય બાજુ હરિયાળી જોવા મળે છે. નિશિત નેચર ક્લબ સાથે જોડાયા છે જેથી ફૂલ અને છોડ અંગે તેમને વધારે માહિતી પણ છે. આ સાથે તેઓએ યુટ્યુબ પર પણ વિડીયો જોઈને ઘરની અંદર કઈ રીતે છોડની સંભાળ કરી શકાય તે અંગેની માહિતી પણ મેળવી હતી. તેમના ત્રણ માળના ઘરમાં 150થી વધુ કુંડા છે. જેમાં અલગ અલગ 40 પ્રકારના ફૂલ છોડ લગાડવામાં આવ્યા છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તાર ખાતે રહેતા અને સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા નિશિત ભાઇ કાપડિયાએ પોતાના બંગલાને બાયોડાઈવર્સિટી બનાવ્યો છે. નિશિતનું ઘર જોઈ કોઈપણ કહી શકશે નહીં કે સિમેન્ટ એન્ડ કોન્ક્રીટના જંગલ સમાન સુરજ શહેરમાં આ એક એવું ઘર છે કે જ્યાં ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. નિશિત નેચર ક્લબ સાથે જોડાયા છે અને જેથી ફૂલ અને છોડ અંગે તેમને વધારે માહિતી પણ છે આ સાથે તેઓએ યુ ટ્યુબ પર પણ વિડીયો જોઈ ઘરની અંદર કઈ રીતે છોડની સંભાળ કરી શકાય તે અંગેની માહિતી પણ મેળવી હતી.
તેમના ત્રણ માળના ઘરમાં 150 થી પણ વધુ કુંડા છે. જેમાં અલગ અલગ 40 પ્રકારના ફૂલ છોડ લગાડવામાં આવ્યા છે. જેથી તેમનું ઘર ગ્રીન કવર થઈ જાય છે. તેમના ઘરની 25 ફૂટ થી પણ વધારે મોટી દિવાલ છે જેની ઉપર તેઓએ વેલાઓ વડે એક ગ્રીન કવર તૈયાર કર્યું છે જ્યાં પક્ષીઓનું કલરવ સાંભળવા મળે છે. તેઓ નાનપણથી જ ગાર્ડિનીંગના શોખીન હતા. તેઓએ પોતાના ઘરને બાયોડાઇવર્સિટીમાં રૂપાંતરિત કર્યું તો અહીં નિમિત્તે પક્ષીઓની ચળવળ સાંભળવા મળે છે.નિશિત કાપડિયા એ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ આપણે ઘણું બધું આપે છે.
આપણે કઈ રીતે પ્રકૃતિની કાળજી કરી શકીએ તે માટે હંમેશા તત્પર રહ્યો છે. પોતાના ઘરમાં ચારે બાજુ હરિયાળી છે. અલગ અલગ પ્રકારના છોડ જોવા મળશે. પોતે નેચર ક્લબથી જોડાયેલા પણ છે જેને કારણે તેમની પાસે અનેક છોડ અંગે માહિતી છે. ઘરમાં જ્યારે હોય છે ત્યારે માનસિક શાંતિ અને તણાવ મુક્તિનો અનુભવ થાય છે. એટલું જ નહીં હરિયાળીના કારણે ઘરની અંદર છ થી સાત ડિગ્રી ઠંડક અનુભવાય છે. આ બાયોડાઈવર્સિટીના કારણે અલગ અલગ પ્રકારની આઠ જેટલા પક્ષીઓ પણ અવરજવર કરે છે. ગાર્ડનિંગની સાથે સાથે વેસ્ટ કચરામાંથી કમ્પોસ્ટ કરીને ખાતર પણ બનાવવામાં આવે છે.
ઘર પર જે સોલાર સિસ્ટમ તેના ઉપયોગ થી જે પાણી આવે છે તે આ છોડમાં નાખવામાં આવે છે.નિશિતના ઘરે બાલ્કની ,આંગણા અને આગાસી માં ચારે બાજુ હરિયાળી જોવા મળે છે રજનીગંધા, સૂર્યમુખી, મધુમાલતી, ગણેશ ચંપા, પાંડવવેલ, બાંબુ છોડ, શ્રીપની, કૃષ્ણ કમલ, ગલગોટા વેલ, મની પ્લાન, દેરાણી-જેઠાની, બોન્સાઇઝ સહિત ઠંડક આપનાર ફૂલ છોડ છે જ્યારે રસોઈમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા વૃક્ષો પણ છે જેમાં લીલી ચા, સીતાફળ, કડી લીમડો લીંબુ સામેલ છે. નિશિતભાઈના બાયોડાઈવર્સિટી પતંગિયા અને પક્ષીઓ માટે ખૂબ જ પ્રિય બની ગયું છે તેમને ત્યાં કોયલ, બુલબુલ, રેડવેન્ટેડ, હમિંગ બર્ડની કલરવ સાંભળવા મળે છે. એટલું જ નહીં લીલી ચા અને ગલગોટા વેલ ના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ થતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે