સુરતના સરસીયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી; સમયની સાથે ખાજાનો ટેસ્ટ પણ ટ્વીસ્ટ થયો
સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે.આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: તહેવારો નજીક આવતા જ ફરસાણનું બજાર ધમધમવા લાગ્યું છે. જેમાં ખાસ કરીને સુરતના પ્રખ્યાત એવા ખાજાનું વેચાણ વધ્યું છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા સુરતી ખાજાના હાલ ઓર્ડર વધી ગયા છે. દેશ-વિદેશમાં મોકલવા માટે ખાજાનું ખાસ પેકિંગ કરવામાં આવે છે. ચોમાસાના પ્રારંભે જ સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં સરસિયા ખાજાનું વેચાણ થાય છે. જો કે, હાલ દરેક ચીજવસ્તુના ભાવ વધવાના કારણે ખાજા પણ મોંઘા થયા છે. મેંદો, ખાડા, સિંગતેલ, લીંબુના ભાવ વધતાં ગત વર્ષની સરખામણીમાં ખાજા વધુ મોંઘા થયા છે.
આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો 440 રૂપિયા છે. જ્યારે મોળા, મીઠા અને મેંગો ખાજાની કિંમત 700 રૂપિયા છે. અમેરિરા, કેનેડા, દુબઈ અને લંડનમાં ખાજાની માગ વધુ હોવાથી એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજા પાર્સલ કરાય છે. એરટાઈટ કન્ટેનર માટે સો રૂપિયા પેકિંગ ચાર્જ લેવાય છે. આ પેકિંગથી 30 દિવસ સુધી ખાજા ખાય શકાય છે. સરસિયા ખાજાની સિઝન શરૂ થતાં જ વિદેશ મોકલવાના ઓર્ડર વધી ગયા છે. ઓરિસ્સાના પૂરીમાં ભગવાન જગન્નાથને પણ ખાજા અતિપ્રિય છે.
સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે.આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ખાજાની અલગ અલગ પ્રકારની વેરાઈટી પણ આ વર્ષે ઉપલબ્ધ છે વિદેશોમાં મોકલવા માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે. માત્ર ચાર મહિના મળનાર ખાજા માટે લોકો રાહ જોતા હોય છે.
સુરતી ખાજા ગુજરાતમાં સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે અને ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ જોવા મળી રહ્યા છે. જો દરેક ક્ષેત્રમાં થયેલા ભાવ વધારાની જેમ જ ખાજાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મેંદો, સાકર(ખાંડ) અને સીંગતેલના ઉપયોગથી બનતા ખાજા લેબર કોસ્ટ અને તેલના ભાવવધારાને કારણે ગત વર્ષની સરખમણીમાં મોંઘા થયા છે.
લીંબુ મરી ખાજા, મેંગો ખાજા, સ્વીટ ખાજા, ચોકલેટ ખાજા સહિતની વેરાઈટીઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે.જો કે વર્ષોથી સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા રહી છે. જેથી સીઝન શરૂ થતાં જ વિદેશ પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે તેમજ કેટલાક એન.આર.આઈ. લોકો પોતાની સાથે પણ ખાજા વિદેશ લઈ જઇ રહ્યા છે.
ઉલ્લખનીય છે કે ઓરિસ્સાના પુરીના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની આ અતિપ્રિય મિઠાઈ છે. ખાજાને લઇને એક લોકવાયકા પણ છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવા તે સમજાવ્યું હતું અને બીજા દિવસે તેણે ભગવાને વર્ણવેલા ખાજા તૈયાર કરીને ધર્યા ત્યારે પ્રભુએ તે સ્વીકારી લીધા હતા.આજે સરસિયા ખાજા માટે સુરતીઓનું પ્રિય સ્થળ બન્યું છે.
આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો રૂ.440 એ તેમજ મોળા, મીઠા અને મેંગો ખાજાની રૂ.700 ની છે. અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજાને પાર્સલ પણ કરાય છે. એર ટાઈટ કન્ટેનર માટે ખાસ સો રૂપિયા વધારે પેકિંગ ચાર્જ લેવામાં આવે છે આ પેકિંગ ના કારણે 30 દિવસ સુધી ખાજા ખાઈ શકાય તેવી સ્થિતિમાં હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે