આ એક ખામી ભારે પડી! સુરત-મુંબઈના હીરા વેપારીઓ ધક્કે ચઢ્યા, 1500 કરોડના 500 હીરાના પાર્સલ અટવાયા
સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના 20-20 પાર્સલો છે.ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થાય અને કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને તે માટે આઈસગેટ સોફ્ટવેર બનાવાયું છે.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતાં સુરત-મુંબઈના હીરા વેપારીઓના 1500 કરોડથી વધુના રફના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી. શહેરના વેપારીઓ દુબઈ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ આયાત કરે છે.
પેમેન્ટ સિસ્ટમ પારદર્શક રાખવા આઈસગેટ સિસ્ટમ બનાવાઈ છે, જેમાં બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી. હાલ આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાથી અમુક બેન્કોમાં જ એન્ટ્રી દેખાઈ રહી છે. સુરત-મુંબઈના 1500 કરોડથી વધુના રફ હીરાના 500 પાર્સલો શનિવારથી અટવાઈ રહ્યા છે.
સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના 20-20 પાર્સલો છે.ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થાય અને કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને તે માટે આઈસગેટ સોફ્ટવેર બનાવાયું છે. આ સોફ્ટવેર RBIના સર્વર સાથે લિંક્ડ છે. જ્યારે કોઈ વેપારી વિદેશમાંથી માલ ઈમ્પોર્ટ કરે ત્યારે તેની એન્ટ્રી કસ્ટમ દ્વારા આઈસગેટ સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવ છે.
જેથી જે બેન્ક દ્વારા પેમેન્ટ કરવાનું હોય તે બેન્કને કસ્ટમ ક્લિયરન્સની એન્ટ્રી ઓનલાઈન દેખાય છે. હાલ આ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવથી અનેક બેંકોમાં એન્ટ્રી થતી ન હોવાથી હીરા વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે