તલાટીની પરીક્ષા માટે જાણવા જેવું : હસમુખ પટેલે આપી પરીક્ષાના નવા નિયમોની માહિતી
Talati Exam Date : આવતીકાલે રાજ્યભરમાંથી 6,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે.... તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી
Trending Photos
Talati Exam 2023 : આવતીકાલે ગુજરાતભરમાં તલાટી કમ મંત્રી'ની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 6,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે અગાઉ નોંધાયેલા 17.10 ઉમેદવાર નોંધાયા હતા, જેમાંથી પરીક્ષા આપવા માટે 6,64,400 ઉમેદવારોએ સંમતિ આપી છે. આ માટે ગુજરાત પંચાયત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ખાસ માહિતી આપી હતી.
- ઉમેદવારોને પરીક્ષામાં ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પ્રતિબંધ છે.
- સાદી કાંડા ઘડિયાળ પહેરીને અંદર લઈ જઈ શકે છે. જો સાદી ઘડિયાળ પહેરેલા ઉમેદવારને કેન્દ્રમાં ક્યાંક રોકવામાં આવે તો કોલ લેટર પર લખાયેલો નિયમ બતાવી શકે છે.
- ઉમેદવાર વાહન લઈને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવામાં નહિ દેવાય. કેમ્પસમાં દરવાજા પાસે ચાવી મૂકાવડાવી દેવાશે.
- સામાન મૂકવાની પણ વ્યવસ્થા પણ બહાર કરાઈ છે. જ્યાં કેન્દ્રની બહાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ દરવાજા પાસે થેલા મૂકાવશે. પરીક્ષા બાદ બેગ ઉમેદવારો પરત લઈ જઈ શકશે.
- પ્રવેશતા સમયે બુટચંપલ કાઢીને ચેકિંગ કરાવાશે. વર્ગખંડમાં બૂટચંપલ લઈ શકશે નહિ
- દોઢ વાગે પરીક્ષા પૂરી ન થાય ત્યા સુધી ઉમેદવાર ક્લાસ છોડી શકશે નહિ
- વિકલાંગો માટે અગવડ ન પડે તે માટે જિલ્લામાં જ કેન્દ્ર ફાળવાયા છે
વિદ્યાર્થીઓને VIP સુવિધા : માલેતુજારના સંતાનોને ખાસ રૂમમાં બેસાડી ચોરી કરાવતી કોલેજ
સુરક્ષા વિશે તેમણે કહ્યું કે, ડમી ઉમેદવાર પકડાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ વીડિયોગ્રાફી કરાશે, બોડીવોર્ન કેમેરાથી વીડિયોગ્રાફી કરાશે. ઉમેદવારોનું બધુ ચેક કરાશે, કંઈક શંકાસ્પદ જણાશે છતાં તેને પરીક્ષા આપવામાં દેવાશે, પરંતુ પરીક્ષા કેન્દ્ર બાદ તેની ચકાસણી થશે. ઉમેદવારોને કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઈન રાજ્ય અને જિલ્લા કક્ષાએ ચાલુ રખાઈ છે. 8758804212, 8758804717 નંબર પર સંપર્ક કરી શકાશે. કેન્દ્રો માટે કોઈ મુશ્કેલી થાય તો જિલ્લા કક્ષાના હેલ્પલાઈન પર સંપર્ક કરવો. કારણ કે તે જિલ્લા વાઈઝ કેન્દ્ર ફાળવાયા છે. આ ઉપરાંત ચાર કેન્દ્રોમાં ફેરફાર કરાયા છે તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
સેવાભાવી સંસ્થાઓ ઉમેદવારોની મદદે
આવતીકાલે આયોજિત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉમેદવારો માટે રહેવાની તેમજ જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક ઉમેદવારોએ પરીક્ષા અન્ય જિલ્લામાં આપવાની થતી હોઈ સેવાભાવી સંસ્થાઓ ઉમેદવારો માટે નિઃશુલ્ક વ્યવસ્થા ગોઠવી રહી છે. સાણંદમાં આવેલા લોહાણા સમાજની વાડી ખાતે સાધના ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ઉમેદવારો સાથે જો વાલીઓ પણ આવે તો તેમના માટે પણ રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે ઉમેદવારોના ફોન આવે એટલે એમના કોલલેટર મંગાવવામાં આવે છે અને વ્યવસ્થા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન પણ ફાઉન્ડેશનના સભ્યો બસસ્ટોપ અને રેલવે સ્ટેશને જોવા મળતા ઉમેદવારોને પણ વાડી સુધી લાવી મદદરૂપ થતા હોય છે. સાધના ફાઉન્ડેશન દ્વારા લોહાણા સમાજની વાડી ખાતેથી ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. સાધના ફાઉન્ડેશન દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક ધર્મ - સમાજના ઉમેદવારો માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે. પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. પરીક્ષાના 24 કલાક પહેલાથી જ ઉમેદવારો સેન્ટર નજીકની નિઃશુલ્ક વ્યવસ્થાનો લાભ લેતા હોય છે. સાણંદ ખાતે લોહાણા સમાજની વાડીમાં રોકાવવા માટે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા, પાટણ ખાતેથી ફોન આવી રહ્યા છે.
ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ
રાજ્યભરમાં આવતી કાલે તલાટીની પરીક્ષા યોજશે, જેને પગલે તલાટીની પરીક્ષાની તૈયારી તંત્રએ કરી લીધી છે. ગાંધીનગરમાં 109 કેન્દ્ર માટે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરી ખાતે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. ગાંધીનગર જિલ્લામાં 36,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તલાટીના પેપર કંટ્રોલ રૂમમાં મૂકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે