વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચે તે પહેલા જ 500 શિક્ષકોની રસ્તામાં અટકાયત શરૂ
એસટી કર્મચારીઓના પગલે પોતાની માંગણી પૂરી કરવા વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની રાજ્યભરમાંથી અટકાયત કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની અટકાયત શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રથી આવેલા 500 જેટલા શિક્ષકોની અટકાયત કરાઈ છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : એસટી કર્મચારીઓના પગલે પોતાની માંગણી પૂરી કરવા વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની રાજ્યભરમાંથી અટકાયત કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા શિક્ષકોની અટકાયત શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્રથી આવેલા 500 જેટલા શિક્ષકોની અટકાયત કરાઈ છે.
1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે. તેમજ ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવાના છે. ત્યારે શિક્ષકોને ગાંધીનગરમાં આ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વિરોધને પગલે મોટી સંખ્યામાં વિધાનસભા પાસે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. ત્યારે પોલીસે અનેક શિક્ષકોની રસ્તામાં જ અટકાયત કરી લીધી છે. સૌરાષ્ટ્રથી આવેલા 500થી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ છે. આ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા આવ્યા હતા. અટકાયત કરીને શિક્ષકોને કરાઈ એકેડમીમાં રાખવામાં આવ્યા છે.
શિક્ષકોની રસ્તામાં જ અટકાયત
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કોઈ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાં જો પ્રાથમિક શિક્ષકો ગાંધીનગર આવવાનો પ્રયત્ન કરે અને મોટી સંખ્યામાં શિક્ષકો આવે તો તેમને અટકાયતના પોલીસે આદેશ આપ્યા છે. જે અંતર્ગત વહેલી સવારથી જ ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત શરૂ થઈ. પોલીસ દ્વારા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની યાદી કે જેઓ ગાંધીનગર આવી શકે તેવી સંભાવના છે તેમની જાહેર કરી છે. આવા શિક્ષક નેતાઓને રસ્તામાંથી જ અટકાયત કરવાના પગલા ભરવા શરુ કર્યા છે.
શિક્ષકોની અટકાયતનો સિલસિલો શરૂ
- ગાંધીનગર જતા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના શિક્ષકોને પોલિસે ડિટેઈન કર્યા. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે શિક્ષકોને રખાયા
- અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે પોલીસનો ભારો બંદોબસ્ત ગોઠવાયો. ગાંધીનગર જતા શિક્ષકોને અટકાવ્યા. દરેક ગાડી અને વાહનનું પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું
- વિધાનસભા ઘેરાવ માટે દાહોદથી ગાંધીનગર જઈ રહેલા શિક્ષકોને ડિટેઇન કરાયા. દાહોદના 30 જેટલા શિક્ષકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા
- અરવલ્લી જિલ્લાના એક હજારથી શિક્ષકોએ પડતર પ્રાથમિક પ્રશ્નોને લઈને ગાંધીનગર તરફ કૂચ કરી. મોડાસાથી ગાંધીનગર તરફ ખાનગી ગાડીમાં રવાના થયેલા શિક્ષકોને અટકાવાયા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાયડ તાલુકાના 25થી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ
- વડોદરામાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 5300થી વધુ શિક્ષકો આજે સામહિક રજા પર ઉતર્યા. જેથી 1069 શાળાના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે.
- ગીર સોમનાથના 25 જેટલા શીક્ષકો વિધાનસભાના ઘેરાવ કરવા જતા સુત્રાપાડા પોલીસે અટક કરી છે. પોલીસને માહિતી મળતા જ ઘંટીયા ફાટક પાસે શિક્ષકોની અટકાયત કરાઈ છે.
ST કર્મચારીઓ આક્રમક : CM રૂપાણીની તસવીરને ચપ્પલનો હાર પહેરાવી બેસણું કર્યું
ઉલ્લેખનીય છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે. આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જાડેજા દિગ્વિજય સિંહે
જણાવ્યું કે, અમારી મુખ્ય માંગણી 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા બાબતની છે. આ શિક્ષકો પણ આવશ્યક સેવામાં ગણાય છે. સરકારે અગાઉ આ શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ આ અંગેનો કોઈ ઉકેલ હજી
આવ્યો નથી. આજે વિવિધ શહેરોના 25 હજારથી વધુ શિક્ષકો ચાણક્ય ભવનથી વિધાનસભાનો ઘેરાવ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે