ઠાકોર સેનાની કોર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે

ઠાકોર સેનાની કોર કમીટીમાં લેવાયો નિર્ણય, અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે તેવો નિર્ણય કર્યો છે. જ્યારે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ભાજપપમાં જોડાવાનો સમય નક્કી કરવા અલ્પેશ ઠાકોર પર કોર કમિટીએ નિર્ણય છોડ્યો છે. ત્યારે કોર કમિટિના મેમ્બર અમિતજી ઠાકોરે જણાવ્યું હતું, કે સમાજના હિત માટે કોંગ્રેસમાંથી છુટા પડેલા બંન્ને ધારાસભ્યો હવે ભાજપમાં જોડાશે. અને સમાજ તેમની સાથે છે. 
 

ઠાકોર સેનાની કોર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે

ગૌરવ પટેલ/અમદાવાદ: ઠાકોર સેનાની કોર કમીટીમાં લેવાયો નિર્ણય, અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે તેવો નિર્ણય કર્યો છે. જ્યારે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ભાજપપમાં જોડાવાનો સમય નક્કી કરવા અલ્પેશ ઠાકોર પર કોર કમિટીએ નિર્ણય છોડ્યો છે. ત્યારે કોર કમિટિના મેમ્બર અમિતજી ઠાકોરે જણાવ્યું હતું, કે સમાજના હિત માટે કોંગ્રેસમાંથી છુટા પડેલા બંન્ને ધારાસભ્યો હવે ભાજપમાં જોડાશે. અને સમાજ તેમની સાથે છે. 

આજે યોજાવનારીઠ ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ અંતિમ નિર્ણય લેવાનો અલ્પેશ ઠાકોર પર છોડ્યો છે. ભાજપમાં ક્યારે જોડાવું તે અંગેને નિર્ણય અલ્પેશ ઠાકોર પર છોડ્યો છે. ઠાકોર સેનાએ જણાવ્યું કે બંન્ને નેતાઓ ભાજપમાં જોડાશે અને સમાજના હિત માટેના કાર્યો કરશે. 

ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. જ્યારે અલ્પેશ ઠાકોર આ બેઠકમાં ગેર હાજર રહ્યા હતા. ઠાકોર સેના અને સમાજના ઉથ્થાના માટે ભાજપમાં જોડાવાનો નિર્ણય કોર કમિટિએ કર્યો છે. મહત્વનું છે, કે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કોર કમિટી દ્વારા લોકસભાના ઇલેક્શન પહેલાની બેઠકમાં જ અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ છોડશે તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી અને ધવલસિંહ બાયડમાંથી ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news