23 સિંહોના મોત બાદ સરકારે ફોરેસ્ટ ઓફિસર રામ રતન નાલાને સ્પેશિયલ ટાસ્ક માટે નિયુક્ત કર્યા
સરકારે રોણીયા વિસ્તારના પૂર્વ ઉત્તર-દક્ષિણમાં સ્થાયી થયેલી સિંહની તપાસ કરી શરૂ છે.
Trending Photos
અમદાવાદઃ ગીરમાં 23 સિંહના મોત બાદ મોડે મોડે રાજ્યસરકાર ગંભીર થઇ છે. ત્યારે રોણીયા વિસ્તારમાં પૂર્વ ઉતર અને દક્ષિણ ભાગમાં જે સિંહ સ્થાયી થયા છે તે જૂથના સિંહની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાંભા, વિસાવદર, ગાઢીયા પાતળા અને જીરા ગામના વિસ્તારમાં રહેતા 13 સિંહના સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે સિંહના સેમ્પલને NIV પૂણે, IVRI ઇજ્જતનગર, બરેલી વેટરનીટી કોલેજ, જૂનાગઢ અને ગાંધીનગરની રિસર્ચ ઇન્સ્ટિયુટમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. 2 ઓકટોબર પછી કોઇપણ સિંહના મોત ન થયું હોવાનું વનવિભાગ દ્વારા દાવો કરાયો છે. હાલ રેસ્ક્યું કરાયેલ 33 સિંહ CCTV સર્વેલન્સમાં છે. ત્યારે તમામ સિંહ સ્વસ્થ હોવાનો દાવો વનવિભાગ કરી રહી છે.
આ સાથે ગીરમાં સિંહના થયેલા મોત બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સાસણના પૂર્વ ડી.સી.એફ રામ રતન નાલાને સ્પેશિયલ ટાસ્કમાં વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ગીરમાં સી.સી.એફની ટીમમાં નિયુક્ત કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે