દિકરીએ કહ્યું પપ્પા મમ્મી દરવાજો નથી ખોલતી, પિતાએ દરવાજો તોડ્યો અને અંદર...

  • વલસાડમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી
  • માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ચોંકાવનારી ઘટના
દિકરીએ કહ્યું પપ્પા મમ્મી દરવાજો નથી ખોલતી, પિતાએ દરવાજો તોડ્યો અને અંદર...
  • વલસાડમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી
  • માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ચોંકાવનારી ઘટના
  • પોતાની જ પુત્રીની હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નિલેષ જોશી/વલસાડ : વાપી તાલુકામાં એક માતાએ પોતાની દીકરીની ઝેરી દવા પીવડાવીને હત્યા કરીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે માતાને સમયસર સારવાર મળી જતાં માતાનો જીવ બચી જવા પામ્યો છે. ત્યારે હોસ્પિટલમાંથી તબીબોએ માતાને discharge આપતા ડુંગરા પોલીસે પોતાની દીકરીની હત્યા માટે ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ સમગ્ર મામલે અફેર, ઘરકંકાસ સહિતનાં મુદ્દાઓની તપાસ ચલાવી રહી છે.

ઔધોગિક નગરી વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલું છે લવાછા ગામ. દાદરા નગર હવેલીને અડીને આવેલા આ લવાછા ગામમાં રહેતા પાલ પરિવાર પર ગયા અઠવાડિયે એક મોટી આફત આવી હતી. માયા પાલ અને રાજીવ પાલ તેના ત્રણ સંતાનો સાથે વાપીના લવાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે. રોજીરોટી માટે વાપીમાં વસેલા આ પાલ પરિવારના મોભી રાજીવ મોટર ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગયા અઠવાડિયે બપોરના સમયે અચાનક જ માયાની દીકરી લક્ષ્મીએ તેના પિતાને આવીને જણાવ્યું કે તેની મમ્મી દરવાજો ખોલતી નથી. 

ઘટનાની ગંભીરતા જોઈને રાજીવ પાલે દરવાજો તોડી નાખતાં જે દ્રશ્ય જોવા મળ્યા તે જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેની પત્ની માયાએ આત્મહત્યા કરવા માટે ગળેફાંસો ખાઈને ઝૂલી રહી હતી. બાજુમાં તેની દીકરી ત્રણ વર્ષની ક્રિશા નામની દીકરી બેશુદ્ધ પડી હતી. તાત્કાલિક રાજીવે તેની પત્નીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. અર્ધબેભાન હાલતમાં માયાએ તેને જણાવ્યું કે, તેની દીકરી ક્રિષાને ઝેર આપ્યું છે અને પોતે પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી. 

તાત્કાલિક 108ની મદદથી બંનેને દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસના વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે માયાને તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી જવા પામ્યો હતો પરંતુ ત્રણ વર્ષની ક્રિષાને ઝેરની અસર વધારે થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. દીકરીને ઝેર આપી આત્મહત્યા કરતી માતાના આ પ્રયાસને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની ગંભીરતાને લઈને ડુંગરા પોલીસે તાત્કાલિક લવાછા પહોંચી હતી. પતિની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. 

સેલવાસના વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માયા પાલ અને શરૂઆતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. લાંબી સારવાર બાદ અંતે માયાનો જીવ બચી જવા પામ્યો છે. એક અઠવાડિયા બાદ સેલવાસ હોસ્પિટલના તબીબોએ માયાને સ્વસ્થ જાહેર કરતાં ડુંગરા પોલીસે માયાની ધરપકડ કરી લીધી છે. પોતાની ત્રણ વર્ષની દીકરીની હત્યા માટે માયાની ધરપકડ કરી લેવાઇ છે. ડુંગરા પોલીસે માયા વિરુદ્ધ IPC કલમ 302 વિરુદ્ધ ગુનો નોંધી માયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ડુંગરા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માયાનો સ્વભાવ ખૂબ ગુસ્સેલ હતો. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતી માયાએ આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવી રહ્યું છે. જો કે પોલીસ અફેર જેવી એંગલ પર પણ તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news