SEAPLANE સેવાના ઉદ્ઘાટનમાં PM પોતે બની શકે છે મુખ્ય મહેમાન, નર્મદાથી આવશે અમદાવાદ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે.ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધનજે માટે મગર પકડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરો ને.ઝડપી ને.સરદાર સરોવર માં છોડી.મુકવામાં આવ્યા છે. આમ 31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશ ત્યારે આજે કેવડિયા આર એફ ઓ વી પી ગભાણીયા એ પણ મીડિયા સાથે ની વાત માં જાણવાયું હતું કે સી પ્લેન માટે ની તૈયારીઓ માટે ગઈ કાલે જ એક મિટિંગ માં તમામ તૈયારીઓ 31 ઓક્ટોમ્બર સુધી પુરી પાડવામાં આવશે જેવી વાત પણ કરી હતી.
Trending Photos
જયેશ દોશી/નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે.ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધનજે માટે મગર પકડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરો ને.ઝડપી ને.સરદાર સરોવર માં છોડી.મુકવામાં આવ્યા છે. આમ 31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશ ત્યારે આજે કેવડિયા આર એફ ઓ વી પી ગભાણીયા એ પણ મીડિયા સાથે ની વાત માં જાણવાયું હતું કે સી પ્લેન માટે ની તૈયારીઓ માટે ગઈ કાલે જ એક મિટિંગ માં તમામ તૈયારીઓ 31 ઓક્ટોમ્બર સુધી પુરી પાડવામાં આવશે જેવી વાત પણ કરી હતી.
ગુજરાતમાં સી પ્લેન સેવા 31મી ઓક્ટોબરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે પ્રારંભ થઈ શકે છે. અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ, ધરોઈ મા ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન ચાલુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી પ્લેન દ્વારા પ્રધાનમંત્રી અમદાવાદ રિવરફ્રન્ટ આવે તેવી શક્યતા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ seaplane સેવા સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બેઠક કરશે.
4800 રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવે તેવી શક્યતા
કેવડિયાથી અમદાવાદ ખાતે રોજની 4 ઉડ્યનો સંચાલિત થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 31મી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સ્પાઇસ જેટ દ્વારા ૧૯ વાળું પ્લેન ઉડાડવામાં આવશે. 4800 ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે.જો કે હાલ આ તમામ બાબતો પર વિચારણા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે