એસટી બસનો 'હવા' સાથે અકસ્માત, કાચ તુટી જતા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી: ગુજરાતમાં સેલવાસથી સોમનાથ આવી રહેલી સ્લિપર બસને અકસ્માત નડ્યો હતો. જો કે આ અકસ્માત કોઇ વાહન સાથે નહી પરંતુ હવા સાથે થયો હતો. સાંભળીને કદાચ વિચિત્ર લાગે પરંતુ એસટી બસનો કાચ હવાનાં દબાણનાં કારણે અચાનક તુટી ગયો હતો. કાચ તુટીને તેની કરચો ઉડતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નવસારી આરટીઓ નજીક સેલવાસ સોમનાથ બસને આ વિચિત્ર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરને ગંભીર ઇજા થતા બસ રોડ પર ડામાડોળ થવા લાગી હતી. જો કે સદ્ભાગ્યે બસ રોડની સાઇડમાં ઉભી રહી ગઇ હતી.
ડ્રાઇવરે સમય સુચકતા વાપરતા બસમાં બેઠેલા 50થી વધારે લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. ઘાયલ ડ્રાઇવરને 108ની મદદથી સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં ફર્સ્ટ એડ બોક્સ પણ નહી હોવાનાં કારણે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. મુસાફર નજીકમાં આવેલા એક ગાડીનાં શોરૂમમાંથી ફર્સ્ટ એડ કિટ લાવીને ડ્રાઇવરને સારવાર આપીને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. એસટીની સ્લિપર ક્લાસ બસ હોવા છતા ખુબ જ ખખડધજ અને બિસ્માર સ્થિતીમાં હતી. જો કે કંડક્ટરનો દાવો હતો કે અગાઉ પણ આ કાચ અંગે તેઓ ડેપોમાં ફરિયાદ કરી ચુક્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે