SRP જવાને UP થી ભાગીને આવેલી યુવતીની અટકાયત કરી, અવાવરૂ જગ્યાએ લઇ ગયો અને કંઇ કરે તે પહેલા...
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર 26મી જાન્યુઆરીએ યુપીથી ભાગીને આવેલા સગીર યુવક યુવતીને માસ્કનાં નામે અટકાવી 500 રૂપિયા દંડ ભરવો પડશે. તેમ કહીને અલગ અલગ જગ્યાઓએ ફેરવી સગીર યુવતીની સાથે દુષ્કર્મ આચરનાર ધરપકડ કરવામાં આવી છે. નકલી SRP જવાનની રેલવે પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
યુપીનાં ફિરોઝાબાદથી ભાગીને અમદાવાદનાં સારંગપુર આવેલા સગીર યુવક યુવતીને SRP નાં યુનિફોર્મમાં રહેલા શખ્સે માસ્કના નામે અટકાવ્યા હતા. બન્ને સગીરોને પોલીસમાં સોંપી દેવાનુ કહીને ગેરકાયદેસર અટકાયત કરીને, સગીર યુવકને ડરાવી મારમારી તેની પાસેથી 500 રુપિયા કાઢી લઈ તેને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રેલવે સ્ટેશન પરથી ભગાડી યુવક યુવતીને કલોલ લઈ ગયો હતો. જ્યાં રેલવે પોલીસ હોવાનો ભય લાગતા આ શખ્સે સગીરાને રિક્ષામાં બેસાડી અમદાવાદ લાવ્યો હતો. અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી સગીર યુવકને માર મારીને તેને ત્યાંથી ભગાડી દિધો હતો.
સગીર યુવતીને આ નકલી પોલીસે સગીરાનો પ્રેમી પોલીસ પકડી ગઈ છે તેને છોડાવવા સાબરમતી જવુ પડશે તેમ કહીને સાબરમતી રેલવે સ્ટેશને રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો. રાતનાં સમયે અંધારાનો લાભ લઈ રેલ્વે યાર્ડ પાસે લઈ જતો હતો.તે સમયે સગીરાને આ શખ્સ પોતાની સાથે કઈંક ખોટુ કરશે તેવો અંદાજ આવી જતા તે ત્યાંથી ભાગી હતી. એક કિલોમીટર જેવુ ભાગીને બેભાન થઈ ગઈ હતી.રેલવે પોલીસને આ સગીર યુવતી અંગે જાણ થતા તેની પુછપરછ કરી હતી અને બાદમા આ પોલીસની વર્ધીમાં રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને ટેક્નીકલ એનાલીસીસના આધારે મહેસાણાનાં રાધનપુર ચોકડી પાસેથી બનાસકાંઠાનાં અશોક ચૌધરી નામના શખ્સને પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસમાં સામે આવ્યુ કે આરોપી અશોક ચોધરીનો પિતરાઈ ભાઈ SRP જવાન છે. જેથી આરોપી પોલીસની કામગીરીથી જાણકાર હતો. હાલ તો પોલીસે આ શખ્સ પોલીસની વર્દી ક્યાથી લાવ્યો અને કેટલા લોકો પાસેથી માસ્કના નામે પૈસાનો તોડ કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આરોપી છેલ્લાં એક મહિનાથી અમદાવાદ સહિત અલગ અલગ રેલવે સ્ટેશન પર SRP જવાન જેવા કપડા પહેરીને માસ્કનાં નામે લોકો પાસે તોડ કરતો હતો. તેણે આ બન્ને સગીર મળતા તેઓ પાસેથી માસ્કના નામે પૈસાની માંગણી કરી હતી. જોકે સગીરોએ પોતે ભાગીને આવી હોવાનુ કહેતા આ શખ્સે તેઓને અમદાવાદનાં કાલુપુરથી કલોલ લઈ ગયો અને ત્યાથી પાછો અમદાવાદ આવ્યો અને સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલી અવાવરુ જગ્યાએ સગીરાને દુષ્કર્મ કરવાના ઈરાદે લઈ જતો હતો. જોકે સગીરાને શંકા જતા તે ભાગી ગઈ હતી અને પોલીસને આ અંગે જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે