Twitter ની મોટી જાહેરાત: સરકારી સંસ્થાઓ અને નેતાઓના એકાઉન્ટમાં જોડાશે નવું 'લેબલ'
ટ્વિટરે (Twitter) કહ્યું કે, સરકારમાં (Central Government) હોદ્દો સંભાળી રહેલા નેતાઓ અને સંલગ્ન સંસ્થાઓના એકાઉન્ટને ચિહ્નિત કરવા માટે આવતા અઠવાડિયાથી એક 'લેબલ' ઉમેરશે. આનાથી માઇક્રો બ્લોગિંગ સાઇટ (Micro Blogging Site) પર લોકોને તેઓ જે જોઇ રહ્યા છે તેના વિશે માહિતી આપશે
Trending Photos
નવી દિલ્હી: ટ્વિટરે (Twitter) કહ્યું કે, સરકારમાં (Central Government) હોદ્દો સંભાળી રહેલા નેતાઓ અને સંલગ્ન સંસ્થાઓના એકાઉન્ટને ચિહ્નિત કરવા માટે આવતા અઠવાડિયાથી એક 'લેબલ' ઉમેરશે. આનાથી માઇક્રો બ્લોગિંગ સાઇટ (Micro Blogging Site) પર લોકોને તેઓ જે જોઇ રહ્યા છે તેના વિશે માહિતી આપશે અને તેઓ વધુ માહિતીથી વાકેફ હશે.
ટ્વિટરે કહ્યું કે, તે કેનેડા, ક્યુબા, ઇક્વાડોર, ઇજિપ્ત, હોન્ડુરાસ, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇટાલી, જાપાન, સાઉદી અરેબિયા, સર્બિયા, સ્પેન, થાઇલેન્ડ, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતમાં 17 ફેબ્રુઆરીથી તેની શરૂઆત કરશે. જો કે, ભારતનું નામ આ યાદીમાં નથી.
બનાવી Labelની એડિશનલ કેટેગરી
તમને જણાવી દઇએ કે, ગત વર્ષ ઓગસ્ટમાં ટ્વિટર એકાઉન્ટ લેબેલનો વિસ્તાર કરતા બે એડિશનલ કેટેગરી બનાવી હતી. તેમાં સરકારના મહત્વપૂર્ણ અધિકારીઓ અને સરકારથી સંલગ્ન મીડિયા સંસ્થાઓને સામેલ કરવામાં આવી હતી. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (UN Security Council) 5 કાયમી સંભ્યોના (ચીન, ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકા) એકાઉન્ટ ઉમેરવામાં આવ્યા હતા.
17 ફેબ્રુઆરથી થશે લેબલની શરૂઆત
ટ્વિટરે ગુરુવારના એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, નાગરિક સંસ્થા, શૈક્ષણિક ક્ષેત્રો અને અન્ય યૂઝર્સ સહિત વિવિધ સ્ટેક હોલ્ડર્સ પાસેથી મળેલી સૂચનાઓના આધાર પર શરૂઆતમાં 17 ફેબ્રુઆરીથી અમે G-7 દેશોમાં એવા લેબલનો વિસ્તાર કરશું. ટ્વિટરે કહ્યું કે, આ લેબલ આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના અંગત એકાઉન્ટ પર પણ લાગુ થશે. આ ઉપરાંત અમે લેબલ અન્ય દેશોમાં આગળ વધારીશું અને વધારાની માહિતી રજૂ કરીશું.
સરકારની ચેતવણી બાદ ભર્યું પગલું
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના પ્રદર્શન માટે થોડા સમયથી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને આવા એકાઉન્ટ્સ માટે ટ્વિટર ટીકાનો સામનો કરી રહ્યું છે. સરકારે ટ્વિટરને કડક ચેતવણી આપી છે અને દેશના કાયદાઓનું પાલન કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. જે પછી ટ્વિટરએ તેની તાજેતરની બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે વિદેશી મંત્રી, સત્તાવાર પ્રવક્તાઓ, સંસ્થાઓના વડાઓ, રાજદૂતો સહિતના મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓના ચકાસણી ખાતામાં 'લેબલ' ઉમેરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે