ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા

રાજ્યના ખેડૂતોને તીડના લીધે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. ચાવડાએ કહ્યુ કે સરકારની ગંભીર બેદરકારી અને અણઘડ આવડતના લીધે આ સ્થિતિ પેદા થઇ છે. થોડા સમય પહેલાં વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્યે તીડ અંગે ભય અને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ગમે ત્યારે તીડનું આક્રમણ થઇ શકે છે એવા સંજોગોમાં રાજ્યા સરકારે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. પાકિસ્તાનથી તીડ નીકળ્યાની ગણતરીના સમયમાં માહિતી મળી હતી, પણ સરકાર આ આફતને ન અટકાવી શકી. જો સરકારે ધ્યાને લીધું હોત તો આ સ્થિતિ ના હોત. આજે પણ સરકાર પાસે તીડને કંટ્રોલ કરવાનુ કોઇ નક્કર આયોજન નથી. તીડના નામે માત્ર માધ્યમમાં ચમકવા માટે થાળી અને ઢોલ વગાડવાની પ્રક્રિયા કરી છે. 
ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા

ગૌરવ પટેલ/અમદાવાદ : રાજ્યના ખેડૂતોને તીડના લીધે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે. ચાવડાએ કહ્યુ કે સરકારની ગંભીર બેદરકારી અને અણઘડ આવડતના લીધે આ સ્થિતિ પેદા થઇ છે. થોડા સમય પહેલાં વિધાનસભાના ફ્લોર પર ધારાસભ્યે તીડ અંગે ભય અને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ગમે ત્યારે તીડનું આક્રમણ થઇ શકે છે એવા સંજોગોમાં રાજ્યા સરકારે આગોતરૂ આયોજન કરવુ જોઇએ. પાકિસ્તાનથી તીડ નીકળ્યાની ગણતરીના સમયમાં માહિતી મળી હતી, પણ સરકાર આ આફતને ન અટકાવી શકી. જો સરકારે ધ્યાને લીધું હોત તો આ સ્થિતિ ના હોત. આજે પણ સરકાર પાસે તીડને કંટ્રોલ કરવાનુ કોઇ નક્કર આયોજન નથી. તીડના નામે માત્ર માધ્યમમાં ચમકવા માટે થાળી અને ઢોલ વગાડવાની પ્રક્રિયા કરી છે. 

જો મુખ્યમંત્રી માટે ૧૯૧ કરોડનુ પ્લેન લેવાયાનુ આયોજન કરાયુ હોય વડાપ્રધાન ગણતરીના સમયમાં સી પ્લેન ઉડાવી ચુંટણી પ્રચાર માટેનું આયોજન કરી શકતા હોય તો તીડને કંટ્રોલ કરવા માટે હુજ કોઇ પણ પ્રકારનુ આયોજન કરવામાં આવ્યુ નથી. તાત્કાલિક વૈજ્ઞાનિક ધોરણે તીડને કંટ્રોલ કરવા જોઇંએ બીજા રાજ્યો કે પાકિસ્તાનની ભુલો શોધવાને બદલે સરકારે નિષ્ણાતોની સલાહ લઇ તીડનો ગણતરીના કલાકોમાં નાશ થાય તે માટે સરકારે પ્રયાસ કરવા જોઇએ. જો કે સરકાર નિષ્ફળી રહી છે. આજે થાળી વગાડો તીડ ભગાડો ગુજરાત મોડલ આખા વિશ્વમાં પંકાઇ રહ્યુ છે. તે આપણા માટે દુખની વાત છે. સરકારને અપીલ છે કે રાજનીતીથી પર ઉઠી નિષ્ણાતો અને વૈજ્ઞાનીકોની મદદ લઇ ખેડૂતોને થતા નુકસાનને અટકાવે જે નુકસાન થયુ છે તેનો સર્વે કરાવી. જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર મળવું જોઇંએ, સાથે જ ભાગ રાખીને ખેતી કરતા ખેત મજુરોને પણ વળતર ચુકવવુ જોઇંએ. 

ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાનો ટોપલો અન્ય પર ઢોળવા માટે ટેવાયેલી છે, અને તીડ મુદ્દે પણ આવી ટીપ્પણી કરે છે. 25 વર્ષથી સરકરા ચાલતી હોય ડીજીટલ ઇન્ડીયાની વાતો થતી હોય ગુજરાત મોડલની ચર્ચા હોય અને તીડ રોકવામાં નિષ્ફળ જતાં હોય, ત્યારે પોતાની જુની આદત મુજબ રાજસ્થાન સરકાર અને પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. આજે ખેડુતો રાતા પાણીએ રડી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપોથી દુર રહી ખેડૂતો માટે તીડને કંટ્રોલ કરી તેમને તાત્કાલિક વળતર ચુકવવુ જોઇંએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news