Somanath Temple: રહસ્યોથી ભરેલો છે સોમનાથ મંદિરમાં આવેલો આ સ્તંભ, શિવપુરાણમાં છે તેનો મહિમા

સોમનાથની ભવ્યતા પણ તેમાંની એક છે. અનેકવાર તૂટેલુ અને લૂંટાયેલુ આ મંદિર જેટલુ ભવ્ય છે, તેટલુ જ રહસ્યોથી ભરેલું છે. પાનખર બાદ જેમ વસંત આવે છે, તેમ અનેકવાર લૂંટાયા બાદ મંદિરની ભવ્યતા સોળે કલાએ ખીલી ઉઠી છે.

Somanath Temple: રહસ્યોથી ભરેલો છે સોમનાથ મંદિરમાં આવેલો આ સ્તંભ, શિવપુરાણમાં છે તેનો મહિમા

First Jyotirlinga in Hinduism: ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર પ્રથમ જ્યોર્તિલિંગ કહેવાય છે. હિન્દુ ધર્મમાં શિવપુરાણમાં આ મંદિરની વિશેષતાનો મહિમા લખાયેલો છે. આ જ્યોર્તિલિંગના દર્શન માટે રોજ લાખો ભક્તો આવતા હોય છે, અને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ અહી આવનાર બહુ ઓછા ભક્તો જાણતા હોય છે કે, સોમનાથના કિનારે મંદિરના દક્ષિણ ભાગમાં એક એવો સ્તંભ છે, જે રહસ્યોથી ભરેલો છે. જેનો ઉલ્લેખ છેક છઠ્ઠી શતાબ્દીમાં મળે છે. જાણકારો તેને દિશાદર્શક સ્તંભ ગણાવે છે. જેનુ મોઢુ સમુદ્ર તરફ છે.

ભારત પ્રાચીન કાળથી જ કલા સંસ્કૃતિ અને વિજ્ઞાનથી ભરેલો દેશ છે. આપણી ધાર્મિક બાબતોમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણા તહેવારો, મંદિરો, ઈતિહાસમાં જગ્યા જગ્યાએ ધર્મની સાથે વિજ્ઞાનનું મહત્વ જોવા મળે છે. જે બતાવે છે કે, આપણા પૂર્વજો કેટલા દૂરંદેશી હતા. સોમનાથની ભવ્યતા પણ તેમાંની એક છે. અનેકવાર તૂટેલુ અને લૂંટાયેલુ આ મંદિર જેટલુ ભવ્ય છે, તેટલુ જ રહસ્યોથી ભરેલું છે. પાનખર બાદ જેમ વસંત આવે છે, તેમ અનેકવાર લૂંટાયા બાદ મંદિરની ભવ્યતા સોળે કલાએ ખીલી ઉઠી છે.

આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!

બહુ ઓછા લોકો જાણે છે, સોમનાથના પરિસરમાં એક સ્તંભ પણ છે. જેને બાણ સ્તંભ કહેવામાં આવે છે. ઈતિહાસકારોના અનુસાર, તેનુ નિર્માણ છઠ્ઠી સદીમાં થયુ હોવાનુ કહેવાય છે. તો કેટલાક કહે છે કે, તે તેના કરતા પણ જૂનો છે, બસ તેને છઠ્ઠી સદીમાં જીર્ણોદ્વાર કરાયો હતો. આ સ્તંભ ખાસ વિશેષતા ધરાવે છે. કારણ કે, તે સમુદ્ર તરફ જવાનો માર્ગ બતાવે છે. જોકે, સોમનાથ તો દરિયા પાસે છે તો પછી સમુદ્ર તરફ જવાનો માર્ગ એટલે કેવો તેવો સવાલ તમને પણ થશે. પરંતુ તમને જણાવી દઈએ કે, તે સમુદ્ર તરફ જવાનો એવો માર્ગ બતાવે છે જેમાં કોઈ વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે કે જમીની અવરોધ નહિ આવે. અહીંથી વગર કોઈ અવરોધ સીધા દક્ષિણ ધ્રુવ પહોંચી શકાય છે.

આ સ્તંભ પર સંસ્કૃતમાં ‘આસમુદ્રાનન્ત દક્ષિણધ્રુવ પર્યન્ત અબાધિત જ્યોર્તિમાર્ગ’ લખાયેલુ છે. જેનો અર્થ થાય છે, સમુદ્રના અંતર પર સ્થિત દક્ષિણ ધ્રુવ સુધી જવાનો અબાધિત માર્ગ. અનેક લોકોએ આ મામલે રિસર્ચ કર્યું, જેમાં સંસ્કૃતમાં લખાયેલો શ્લોક શબ્દશ સાચો છે. દરેક ભારતીય માટે આ ગર્વ કરવાની બાબત છે, છતા આશ્ચર્યચકિત બાબત છે કે, સદીઓ વર્ષો પહેલા આપણા પૂર્વજોને પૃથ્વીનુ કેટલુ જ્ઞાન હતું. ત્યારે કોઈ ટેકનોલોજી ન હતી, કોઈ જીપીએસ ન હતું, વિજ્ઞાન પણ આધુનિક ન હતું, છતાં આપણા પૂર્વજોએ સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીને આ જાણ્યું, અને તેનો ઉલ્લેખ એક એવા મંદિરમા કર્યો જ્યાં શ્રદ્ધાળુઓ, વટેમાર્ગુઓ આવતા. 

કેવી રીતે આપણા પૂર્વજોએ જાણ્યુ હશે કે, સોમનાથના દરિયાથી સીધા નીકળો તો વચ્ચે માર્ગમાં કોઈ ભૂખંડ (જમીનનો ટુકડો) નહિ આવે, અને પૃથ્વી દક્ષિણ ધ્રુવ અને ઉત્તરી ધ્રુવમાં વહેંચાયેલી છે. આ એક પ્રકારનુ નૌકા જ્ઞાન છે, જે આપણા પૂવર્જોને હતું. પ્રાચીન ભારતીયો વેપાર કરવામાં માહેર હતા. તો અનેક વિદેશી વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવતા હતા. ત્યારે આ બાણસ્તંભ તેમને ઉપયોગી સાબિત થતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news