IPL 2022 Final ; મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીનો દર્શકોમાં રોમાંચ, રાજસ્થાનથી આવેલા દર્શકોનો પણ ગુજરાતની ટીમને સપોર્ટ

Gujarat Vs Rajasthan : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમાશે IPLની ફાઈનલ મેચ... ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે થશે ટક્કર... સમાપન સમારોહમાં બોલીવુડની હસ્તીઓ રહેશે હાજર... 

IPL 2022 Final ; મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીનો દર્શકોમાં રોમાંચ, રાજસ્થાનથી આવેલા દર્શકોનો પણ ગુજરાતની ટીમને સપોર્ટ

અમદાવાદ :આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ રમાશે ત્યારે સ્ટેડિયમ બહાર દર્શકોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દર્શકોએ ગુજરાત ટાઈટન્સના જીતની આશા વ્યક્ત કરી છે. તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ મેચા માટે અમદાવાદમાં આવી પહોંચ્યા છે. તો ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ નિહાળશે. 1 કલાક સુધી ક્લોઝિંગ સેરેમની ચાલશે, જેના બાદ 7.30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટોસ ઊછળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર સવારથી જ ભીડ જોવા મળી રહી છે. ફાઈનલ માટે અલગ માહોલ છે. સ્ટેડિયમ બહારના દરેક દર્શકો ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરતા જોવા મળ્યા. ગુજરાતની ટીમ ફાઈનલમાં હોય અને અમદાવાદમાં મેચ હોય ત્યારે દર્શકો નિરુત્સાહી કેવી રીતે રહે. દૂરદૂરથી લોકો મેચ જોવા આવ્યા છે. તો રાજસ્થાનની ટીમ પણ ફાઈનલમાં હોવાથી રાજસ્થાનના પણ અનેક દર્શકો મેચ જોવા આવી પહોંચ્યા છે. એક આવેલા એક ફેનએ કહ્યુ કે, ગુજરાત ટાઈટન્સ જીતે તેવી મારી ઈચ્છા છે. 

સાંજે 6.30થી ક્લોઝિંગ સેરેમની શરૂ થશે
ફાઈનલ મેચની શરૂઆત પહેલાં સાંજે 6.30 વાગ્યાથી IPL 2022 ક્લોઝિંગ સેરેમની યોજાશે. ક્લોઝિંગ સેરેમનીમાં અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. કોરોના મહામારીને કારણે છેલ્લાં ચાર વર્ષથી IPL સંબંધિત કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું, પરંતુ આ વખતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં છેલ્લી IPL ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી.

IPL 2022 Final ; સ્ટેડિયમ બહાર સવારથી જ ફેન્સનો જમાવડો, રાજસ્થાનથી આવેલા દર્શકોનો પણ ગુજરાતની ટીમને સપોર્ટ

ક્રિકેટર્સની બાયો બબલમાંથી મુક્તિ મળશે
આની ફાઈનલ મેચ પહેલા ક્રિકેટર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટરોને બાયો બબલમાંથી છુટકારો મળશે. ભારત-આફ્રિકા ટી-20 સીરિઝમાં બાયો-બબલ રદ કરાયું છે. હવે માત્ર ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ બાયો બબલ અમલી નહીં બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કોરોના કારણે ખેલાડીઓએ ફરજિયાત બાયો બબલમાં રહેવું પડતું હતું. અનેક ખેલાડીઓ બાયો-બબલથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. બાયો-બબલના કારણે ખેલાડીઓ માનસિક થાક અનુભવતા હતા. કોરોના બાદ બાયો-બબલ ક્રિકેટમાં ફરજિયાત બનાવાયું હતું. 9 જૂનથી ભારત-આફ્રિકાની ટી-20 સિરીઝની શરૂઆત થશે. હાલ જય શાહે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે બાયો બબલની મુક્તિની વાત કરી હતી. 

ફાઈનલ માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ રમાશે. મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો ઉમટશે. મેચ જોવા માટે પહોંચેલા લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પોલીસે ખાસ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. 31 જેટલા અલગ અલગ પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. અલગ અલગ વિસ્તારથી મોટેરાને જોડતા રસ્તા પર ડાયવર્ઝન અપાયું છે. ટ્રાફિક પોલીસના બંદોબસ્તમાં 7 DCP, 7 ACP, 17 PI, 25 PSI અને 1780 જેટલા પોલીસકર્મી જોડાશે. મહત્વનું છે કે, IPLમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મેચ રમાશે.

મેચની ટિકિટ બ્લેકમાં વેચાઈ
IPL ની ફાઈનલ મેચ હોવાથી મેચની ટિકિટના ભાવ ઉંચકાયા છે. આવામાં ટિકિટની કાળા બજારી શરૂ થઈ છે. આ કાળા બજારી તેમજ ચોરીના બનાવો અટકાવા ઝોન 2 દ્વારા અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. અલગ અલગ 17 ટિમો બનાવવામાં આવી છે, જે ક્રિકેટના સટ્ટા પર નજર કરશે. તો બીજી તરફ મેચ જોવા પણ અનેક લોકો ટિકિટ માટે મોં માગ્યા ભાવ આપી રહ્યાં છે. આવામાં ટિકિટની કાળા બજારી કરતા બે ઈસમો પકડાયા છે. દારૂની બોટલો સાથે લઈને મેચ જોવા પહોંચેલ એક આરોપીની ધરપકડ છે. ચોરી થયેલ 22 પાકીટ અને 7 મોબાઈલ ગણતરીના કલાકોમા પોલીસે શોધી કાઢ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news