Shehbaz Sharif: 'હું તો મજનુ છું'... પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે કોર્ટમાં કેમ આવું કહ્યું...! જાણો સમગ્ર વિગત
Shehbaz sharif on Money laundering case: 'ડોન'માં છપાયેલા અહેવાલ મુજબ, કોર્ટમાં સુનાવણી દરમિયાન પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, 'અલ્લાહે મને આ દેશનો પીએમ બનાવ્યો છે. પરંતુ હું મજનુ છું અને મેં મારા કાયદાકીય અધિકારો, મારો પગાર અને અન્ય કોઈ લાભો લીધા નથી.
Trending Photos
Pakistan Money Laundering case: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફ અને તેમના પુત્ર વિરુદ્ધ 16 અરબ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં સતત સુનવણી થઈ રહી છે. આ વાતો વચ્ચે શહબાજ શરીફે એક વિશેષ કોર્ટમાં જણાવ્યું છે કે, મેં કઈ ખોટું કર્યું નથી અને પંજાબના મુખ્યમંત્રી રહ્યો ત્યારે મેં પગાર સુદ્ધા લીધો નથી.
'હું તો મજનુ છું...'
'ડોન'માં છપાયેલા અહેવાલ મુજબ, કોર્ટમાં સુનાવણી દરમિયાન પીએમ શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, 'અલ્લાહે મને આ દેશનો પીએમ બનાવ્યો છે. પરંતુ હું મજનુ છું અને મેં મારા કાયદાકીય અધિકારો, મારો પગાર અને અન્ય કોઈ લાભો લીધા નથી. તમને જણાવી દઈએ કે આ કેસ જૂનો છે પણ આખા પાકિસ્તાનની અહેવાલોમાં છે. ત્યારબાદ શાહબાઝ અને તેના પુત્રો હમઝા અને સુલેમાન વિરુદ્ધ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) દ્વારા નવેમ્બર 2020માં પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હમઝા હાલમાં પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી છે, જ્યારે સુલેમાન ફરાર છે અને બ્રિટનમાં છે.
વિશેષ અદાલતે શનિવારે પીએમ શાહબાઝ અને તેમના પુત્ર હમઝાના આગોતરા જામીનને 4 જૂન સુધી લંબાવ્યા હતા. તેની તપાસમાં, FIAએ શાહબાઝ પરિવારના 28 કથિત બેનામી ખાતાનો પર્દાફાશ કર્યો છે, જેના દ્વારા 2008 થી 2018 સુધી 14 અબજ રૂપિયાની મની લોન્ડરિંગ કરવામાં આવી હતી. જ્યારે, સુનાવણી દરમિયાન શાહબાઝ શરીફે એમ પણ કહ્યું કે મેં 12.5 વર્ષમાં સરકાર પાસેથી કંઈ લીધું નથી અને તેમ છતાં મને લાખો રૂપિયાની મની લોન્ડરિંગના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફ 1997માં પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ દેશના પીએમ હતા. 1999 માં જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા નવાઝ શરીફની સરકારને ઉથલાવી દીધા પછી, શાહબાઝે 2007 માં પાકિસ્તાન પાછા ફર્યા તે પહેલાં તેમના પરિવાર સાથે સાઉદી અરેબિયામાં આઠ વર્ષ વિતાવ્યા. તેઓ 2008માં બીજી વખત પંજાબના સીએમ બન્યા અને 2013માં ત્રીજી વખત સત્તામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે